સિદ્ધાર્થ-જાહ્નવીની પરમસુંદરી આગામી જુલાઈમાં રજૂ થશે
- આખરે નિર્માતા દ્વારા સત્તાવાર એલાન
- સિદ્ધાર્થ અને જાહ્નવી બંનેને કેરિયર બુસ્ટની આશાઃ પહેલીવાર સાથે દેખાશે
મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની 'પરમસુંદરી' આગામી વર્ષે જુલાઈમાં રીલિઝ કરાશે. જાહ્નવી અને સિદ્ધાર્થ પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યાં છે.
'સ્ત્રી ટૂ' સહિતની સફળ ફિલ્મો બનાવી ચૂકેલાં મેડોક ફિલ્મ્સ દ્વારા જ આ ફિલ્મ બનાવાઈ રહી છે. તુષાર જલોટા તેનું દિગ્દર્શન કરવાના છે.
સિદ્ધાર્થ અને જાહ્નવી બંનેને આ ફિલ્મ માટે બહુ આશા છે. બંનેની કેરિયર છેલ્લા કેટલાય સમયથી ડામાડોળ ચાલી રહી છે.
જાહ્નવીએ સાઉથની ફિલ્મોમાં પણ ટ્રાય કરી જોઈ છે પરંતુ તેની ફિલ્મ ચાલી નથી. બંનેને આશા છે કે 'સ્ત્રી ટૂ ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલાં બેનરનો તેમને સહારો મળશે. બોલીવૂડમાં લાંબા સમયથી મેઈન સ્ટ્રીમના કલાકારોની રોમકોમ ફિલ્મ આવી નથી. આથી, આ ફ્રેશ સબ્જેક્ટ પણ તેમને મદદ કરશે તેવી અપેક્ષા છે.