સિદ્ધાર્થ આનંદ ફરી બે હીરોને લઇને એક એકશન થ્રિલર ફિલ્મ બનાવશે
- જેનું શૂટિંગ 2025માં શરૂ કરવામાં આવે તેવી શક્યતા
મુંબઇ : સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ફરી મેગા-બજેટ હશે. તેની આગામી ફિલ્મ હોમ પ્રોડકશન મફિર્લકસના બેનર તળેની હશે જેમાં તે બે અભિનેતાને બાખડતા દેખાડવાનો છે.જોકે હજી સુધી આ ફિલ્મની સ્ટારકાસ્ટની માહિતી જણાવામાં આવી નથી.સિદ્ધાર્થ આ ફિલ્મમાં બે સુપરસ્ટારને લેવા માંગે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી થતાં જ સ્ટારકાસ્ટ વિશે નિર્ણય લેવામાં આવશે, તેમ સૂત્રે જણાવ્યું હતું. ે
સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, સિદ્ધાર્થ આનંદે આ મેગા-બજેટ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આશા છે કે, ૨૦૨૫માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ એક એકશન મૂવી હશે. હાલ તે ફિલ્મની સ્ક્રિપ્ટ પરકામ કરીરહ્યો છે. જે ફાઇનલ સ્ટેજમાં છે. સ્ક્રિપ્ટ પૂરી થયા પછી જ તે ફિલ્મનું કાસ્ટિંગ શરૂ કરશે.
સિદ્ધાર્થ હાલ ઋતિક રોશનની ક્રિષ ૪ની સ્ક્રિપ્ટ લખવામાં પણ વ્યસ્ત છે.