ડૂબતી કારકિર્દીને બચાવવા સિદ્ધાર્થ પણ એક્શનના ભરોસે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ડૂબતી કારકિર્દીને બચાવવા સિદ્ધાર્થ પણ એક્શનના ભરોસે 1 - image


- સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં કામ કરે તેવી ચર્ચા

- બોલીવૂડમાં એકશન હિરો બનવાની ઈચ્છા ધરાવનારાઓમાં સિદ્ધાર્થ આનંદ હોટ ફેવરિટ

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની ડૂબતી કારકિર્દીને બચાવવા માટે એક્શન ફિલ્મ  કરવા ઈચ્છે છે. આ માટે તે એક્શન ફિલ્મો માટે બોલીવૂડના હોટ ફેવરિટ બની ચૂકેલા ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની એક ફિલ્મમાં કામ કરવાનો છે. 

 સિદ્ધાર્થ આનંદ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક એકશન ફિલ્મ માટે વાટાઘાટા કરી રહ્યો છે.  બધુ સમુસૂથરુ પાર પડશે પછી આ ફિલ્મની ઘોષણા કરવામાં આવશે. 

સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણા સમયથી એક એકશન ફિલ્મની ઓફરની રાહજોઇ રહ્યો હતો. . સિદ્ધાર્થ આનંદે શાહરૂખ ખાની ફિલ્મ  'પઠાન'નું  દિગ્દર્શન કર્યુ ંહતું,શાહરુખ માટે આ ફિલ્મ પાંચ વર્ષના વનવાસ બાદ રિ લોન્ચિંગનું બેસ્ટ પ્લેટફોર્મ પુરવાર થઈ છે. 

સિદ્ધાર્થ પણ મોટાપાયે સફળતા માટે લાંબા સમયથી ફાંફા મારી રહ્યો છે અને હાલ એક્શન ફિલ્મોનો દોર ચાલી રહ્યો હોવાથી તેને પણ કોઈ ેએક્શન ફિલ્મ જ પોતાની કારકિર્દી ઉગારશે તેમ લાગી રહ્યું છે. 


Google NewsGoogle News