સિદ્ધાંત ચતુર્વેદી યુવરાજસિંહનો રોલ કરે તેવી શક્યતા
- યુવરાજની બાયોપિકની ઘોષણા થઈ ચૂકી છે
- સિદ્ધાંતે યુવરાજની ભૂમિકાને ડ્રીમ રોલ ગણાવી ફિલ્મ સાઈન કર્યાનો સંકેત આપ્યો
મુંબઇ : સિદ્ધાંત ચતુર્વેદી યુવરાજ સિંઘની બાયોપિકમાં યુવરાજની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકની ઘોષણા કરવામાં આવી હતી. જોકે, મુખ્ય કલાકાર અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ, સિદ્ધાંતે પોતે યુવરાજ સિંહની ભૂમિકાને ડ્રીમ રોલ ગણાવી આ ફિલ્મ સાઈન કરી લીધી હોવાનો આડકતરો સંકેત આપી દીધો છે.
આ પહેલા યુવરાજ સિંહને એક ઇન્ટરવ્યુમાં તેની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે કોણ યોગ્ય છે તેવું પૂછાતાં તેણે પણ સિદ્ધાંતનું જ નામ આપ્યું હતું.
જોકે, ટ્રેડ વર્તુળોમાં આ ફિલ્મ વિશે શંકા સેવાય છે. પાછલાં બે-ત્રણ વર્ષમાં તમામ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મો ફ્લોપ થઈ છે. '૮૩' જેવી ફિલ્મ પણ લોકોને આકર્ષવામાં સફળ થઈ ન હતી. આ સંજોગોમાં યુવરાજની બાયોપિક કમર્શિઅલી નફાકારક પ્રોજેક્ટ હશે કે કેમ તે અંગે મતમતાંતર સેવાય છે.