સિદ્ધાંત ચતુર્વેદીને ઓટીટીની બિગ બજેટ એક્શન ફિલ્મ મળી
સિદ્ધાંત સાથે બીજા હિરોની જાહેરાત આજકાલમાં
મુંબઇ : સિદ્ધાંત ચતુર્વેદીને ઓટીટીની બિગ બજેટ એક્શન ફિલ્મ મળી છે. આ ફિલ્મ ખુદ નેટફલિક્સ દ્વારા પ્રોડયૂસ કરવામાં આવી રહી છે. ઓટીટી માટે ખાસ બનેલી અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં આ સૌથી ખર્ચાળ ફિલ્મ હશે તેમ કહેવાઈ રહ્યું છે. આ ફિલ્મમાં બે હિરોની વાર્તા હશે. સિદ્ધાંત સિવાયના અન્ય હિરોની જાહેરાત આજકાલમાં થશે. ફિલ્મ એક ચોક્કસ ઐતિહાસિક કાળ પર આધારિત હશે તેમ કહેવાય છે. 'તેરે બિન લાદેન' તથા ' ધી ઝોયા ફેક્ટર' સહિતની ફિલ્મો લખનારાં નેહા શર્માને આ ફિલ્મની વાર્તા લખવાની જવાબદારી સોંપાઈ છે.
સિદ્ધાંત પાસે હાલ તૃપ્તિ ડિમરી સાથેની 'ધડક ટૂ' ફિલ્મ ઉપરાંત વામિકા ગબ્બી સાથેની 'દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ' સહિતની ફિલ્મો છે.