સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરીને લઇને કરણ ધડક-ટુ બનાવશે

Updated: May 28th, 2024


Google NewsGoogle News
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરીને લઇને કરણ ધડક-ટુ બનાવશે 1 - image


- ધડકમાં ઇશાન ખટ્ટર, જાહ્નવીની જોડી હતી : સિક્વલ 22 નવેમ્બરે રિલીઝ થશે

મુંબઇ : કરણ જોહરે પોતાની ફિલ્મ ધડડકની સીકવની ઘોષણા કરી દીધી છે. ધડક ટુમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરીની જોડી જોવા મળશે. જ્યારે મૂળ ફિલ્મમાં ઇશાન ખટ્ટર  અને જાહ્નવી કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. 

કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કરીને જણાવ્યું હતું. તેણે કહ્યું હતુ ંકે, વન્સ અપનો અ ટાઇમ એક રાજા અને રાણી હતા જે જુદા જુદા વર્ગમાંથી આવતા હતા અને ત્યાં સ્ટોરીનો અંત આવી જતો હતો. તેણે વધુમાં ઉમેર્યુ ંહતું કે, ધડક ટુ બનાવી રહ્યો છું જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરીની જોડી જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન સાઝિયા ઇકબાલ કરશે. આ ફિલ્મને ૨૨ નવેમ્બર ૨૦૨૪ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો અભિનેતા સિદ્ધાંતનું પાત્ર પોતાના પ્રેમ સંબંધને આગળ વધારવા માટે સામાજિક અપેક્ષાઓ અને બાધાઓને તોડતો દેખાડવામાં આવ્યો છે. 


Google NewsGoogle News