શ્વેતા તિવારી વેબ સીરિઝમાં લેડી ડોનના રોલમાં જોવા મળશે

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
શ્વેતા તિવારી વેબ સીરિઝમાં લેડી ડોનના રોલમાં જોવા મળશે 1 - image


- કરણ જોહર આ વેબ શો બનાવી રહ્યો છે

- શ્વેતા તિવારીને અજય દેવગણ સાથેની સિંઘમ અગેઈન રીલિઝ થવાની પણ પ્રતીક્ષા

મુંબઇ : શ્વેતા તિવારી એક વેબ સીરિઝમાં લેડી ડોનની ભૂમિકા ભજવવાની છે. આ સીરિઝ કરણ જોહર બનાવી રહ્યો છે. શ્વેતાએ જ આ વિશે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે  ધર્મા પ્રોડકશન સાથેની આગામી વેબ સીરીઝમાં મારો એક અલગ જ રોલ અને લુક જોવા મળવાનો છે. હું તેમાં એક  મહિલા ડોનની ભૂમિકા ભજવી રહી છું, જે સાડીપહેરે છે અને સિગારેટ પણ પીએ છે. આ એક પડકારજનક રોલ હોવાથી મને આ રોલ કરવામાં રસ પડયો છે.

શ્વેતા ટીવી સિરિયલોની ટોચની હિરોઈન હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી તે 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' જેવા વેબ શોને કારણે જ જાણીતી છે. તેની અજય દેવગણ સાથેની ફિલ્મ 'સિંઘમ અગેઈન' પણ આવી રહી છે. શ્વેતાને આ ફિલ્મ માટે બહુ મોટી આશાઓ છે. 

શ્વેતાની દીકરી પલક પણ બોલીવૂડમાં કારકિર્દી જમાવવા પ્રયાસ કરી રહી છે. જોકે, તે ઈબ્રાહિમ અલી ખાન સાથે અફેરના કારણે વધુ ચર્ચામાં છે. 


Google NewsGoogle News