જાણીતી અભિનેત્રીના બે વખત છૂટાછેડાં થતાં દર્દ છલકાયું, કહ્યું - 'જ્યારે તમે પહેલીવાર છેતરાઓ છો...'
Shweta Tiwari: પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીને કોઈ પરિચયની જરૂર નથી. તેણે સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાના પાત્રથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. આજે શ્વેતા સિંગલ મધર છે અને એકલા હાથે પરિવારને સંભાળી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે શ્વેતાએ એક નહીં પરંતુ બે વાર લગ્ન કર્યા છે. જોકે, બંને વખત તેમના સંબંધો તૂટી ગયા હતા.
શ્વેતા તિવારીએ પ્રથમ લગ્ન 1998માં કર્યા હતા
વાસ્તવમાં શ્વેતા તિવારીએ (Shweta Tiwari) પ્રથમ લગ્ન 1998માં રાજા ચૌધરી સાથે કર્યા હતા. જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને વર્ષ 2007માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ લગ્નથી તેમને પલક નામની એક દીકરી છે.
આ પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ પણ ટક્યો નહીં, શ્વેતાના બંને છૂટાછેડા ખૂબ જ ખરાબ રીતે થયા. એકબીજા પર અનેક આરોપો લાગ્યા બાદ શ્વેતાના સંબંધોનો અંત આવ્યો હતો. હવે શ્વેતાએ હાલમાં જ પોતાના બન્ને છૂટાછેડા વિશે ખુલીને વાત કરી છે.આ લગ્નથી શ્વેતાને એક પુત્ર છે.
જે લોકોએ મને દગો આપ્યો હતો તે મારી ખૂબ જ નજીક હતા
શ્વેતા તિવારીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'હું મારા પરિવારની પહેલી છોકરી હતી જેણે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. ઘરેલુ હિંસાની ફરિયાદો છતાં મેં મારા પહેલા પતિ રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા ન હતા. આ પાછળનું કારણ એ હતું કે કે જે લોકોએ મને દગો આપ્યો હતો તે મારી ખૂબ જ નજીક હતા.'
શ્વેતા તિવારીએ કહ્યું કે, 'જ્યારે તમે પહેલીવાર છેતરાઈ જાઓ છો તો તમને ઘણું દુઃખ થાય છે. તમે રડો છો, તમને લાગે છે કે 'ભગવાન, મારી સાથે જ કેમ?' તમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરો છો. જ્યારે બીજી વાર આવું થાય ત્યારે તમને ખ્યાલ આવશે કે પીડા ક્યારેય સમાપ્ત થશે નહીં, તે આમ જ ચાલતું રહેશે અને જ્યારે તમે ત્રીજી વખત છેતરાઈ જાઓ છો ત્યારે તમે દુઃખી થવાનું છોડી દો છો.
હવે મને ફર્ક નથી પડતો
અભિનેત્રી આગળ કહે છે, 'આની તમારા પર હવે કોઈ અસર થતી નથી. હવે જ્યારે કોઈ મને દગો આપે છે, જ્યારે કોઈ મને નુકસાન પહોંચાડે છે, ત્યારે હું તેમને ફરિયાદ કરતી નથી. હું ફક્ત મારી જાતને તેમનાથી અલગ કરું છું. મને દુઃખ આપવું એ તેમના વ્યક્તિત્વમાં છે અને હવે દુઃખી ન થવું એ મારા વ્યક્તિત્વમાં છે.'
શ્વેતા તિવારી આગળ કહે છે, 'હું તેમને હવે તે શક્તિ નથી આપતી અને અચાનક તેમને ખ્યાલ આવી જાય છે. ઓહ, તે જતી રહી છે. અત્યાર સુધી મેં જોયું છે કે જેમના જીવનમાંથી હું ગઈ છું તે બધાને અફસોસ છે.
જો બે વ્યક્તિ સાથે રહી ન શકે તો અલગ થવું જ સારું
શ્વેતાને પૂછવામાં આવ્યું કે તેને અપમાનજનક સંબંધમાંથી બહાર આવવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે, 'મારા આખા પરિવારમાં ક્યારેય કોઈએ લવ મેરેજ કર્યા નથી પણે મેં કર્યા છે. આ સિવાય જ્ઞાતિની સમસ્યા પણ હતી અને છતાં મેં અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા. લોકો મારી માતાને ટોણા મારશે અને મારા લગ્ન વિશે મને જજ કરશે. તેના ઉપર હું છૂટાછેડા લઈ રહી હતી તેથી બધું બદલાઈ ગયું. એ વખતે એવું નહોતું કે હું આર્થિક રીતે સ્વતંત્ર ન હતી પરંતુ લાગણીની વાત હતી.'
'મને મારી દીકરીની ચિંતા હતી કે તે પિતા વિના કેવી રીતે મોટી થશે. પણ પછી મને સમજાયું કે જ્યારે તમે માનસિક રીતે ખુશ હોવ ત્યારે જ તમારું સુખી કુટુંબ હોઈ શકે. તમે ખરાબ કુટુંબમાં બાળકને સારી રીતે ઉછેરી શકતા નથી. જો બે વ્યક્તિ સાથે રહી ન શકે તો અલગ થવું સારું.