મારી દીકરી દર ત્રીજા છોકરાને ડેટ કરે છે હું દર વર્ષે લગ્ન કરું છું... અફવાઓથી કંટાળી ગ્લેમરસ એક્ટ્રેસ
Shweta Tiwari News: ટેલિવિઝનનો સૌથી પ્રચલિત ચહેરો શ્વેતા તિવારી પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે-સાથે પર્સનલ લાઇફને લઈને પણ અવાર-નવાર ચર્ચામાં રહે છે. શ્વેતાની સાથે હવે તેની દીકરી પલક તિવારી પણ ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. અનેકવાર પલકની ડેટિંગ અફવાઓ પણ સામે આવતી હોય છે. એવામાં હવે પલકની માતા શ્વેતાએ આ અફવાઓ પર મૌન તોડી પોતાની પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસે કહ્યું કે, 'એવી અફવાઓ છે કે પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે. તેમના વારંવાર એકસાથે દેખાવાથી આ અફવાઓને વેગ મળ્યો.' પોતાની દીકરી વિશે વાત કરતાં એક્ટ્રેસે આ અફવાઓથી પોતાના પર શું અસર થાય છે તે વિશે પણ ચર્ચા કરી હતી.
'...હું દર વર્ષે લગ્ન કરું છું.'
જ્યારે શ્વેતા તિવારીને દીકરી પલક તિવારીની ડેટિંગની અફવાઓ પર તેના મંતવ્યો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'અફવાઓ હવે મને પરેશાન નથી કરતી. વર્ષોથી હવે મને સમજાઈ ગયું છે કે, લોકોની યાદશક્તિ ફક્ત ચાર કલાક જ રહે છે. ત્યારબાદ તેઓ સમાચાર ભૂલી જશે, તો ચિંતા શા માટે? અફવાઓ અનુસાર, મારી દીકરી દર ત્રીજા છોકરાને ડેટ કરી રહી છે અને હું દર વર્ષે લગ્ન કરું છું.'
આ પણ વાંચોઃ Photos: 7 વર્ષના રિલેશન બાદ સિંગર અરમાને કર્યા લગ્ન, જાણો કોણ છે દુલ્હન
હવે મને અસર નથી થતીઃ શ્વેતા તિવારી
શ્વેતા તિવારીએ આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, ઈન્ટરનેટ અનુસાર, હું પહેલાથી જ ત્રણ વાર લગ્ન કરી ચુકી છે. જ્યારે સોશિયલ મીડિયા ન હતું ત્યારે આ વાતોથી મને અસર થતી હતી. કારણકે, કેટલાંક પત્રકારોને ફિલ્મી હસ્તીઓ વિશે સારૂ લખવાનું પસંદ નહતું. ફિલ્મી હસ્તીઓ વિશે નેગેટિવ લખવાથી તે વેચાતું. તે યુગ સાથે જીવ્યા બાદ, હવે આ બધી વાતોથી મને કોઈ અસર નથી થતી.
દીકરી પલકની ટ્રોલિંગ પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા શ્વેતા તિવારીએ કહ્યું, ક્યારેક તે મને ડરાવે છે. પલક ભલે ગમે તેવી દેખાતી હોય, તે ખૂબ જ નિર્દોષ છે. તેને ખબર નથી કે લોકોને કેવી રીતે જવાબ આપવો. ટ્રોલિંગનો આ જમાનો એકદમ બિહામણું સ્વરૂપ લઈને બેઠો છે. લોકોએ તેને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કોમેન્ટ્સ વાંચતી નથી જોકે જ્યારે દીકરી ટ્રોલ થાય છે ત્યારે તે મારા પર અસર કરે છે. શ્વેતા તિવારીએ 'કસૌટી ઝિંદગી કી', 'પરવરિશ' અને 'બેગુસરાય' જેવી લોકપ્રિય ટીવી સિરીયલમાં કામ કર્યું છે. પલકની વાત કરીએ તો તેણે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.