Get The App

અકસ્માત બાદ શ્વેતા રોહિરાના હાથ-પગમાં ફ્રેક્ચર, સલમાન ખાનને માને છે ભાઈ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
અકસ્માત બાદ શ્વેતા રોહિરાના હાથ-પગમાં ફ્રેક્ચર, સલમાન ખાનને માને છે ભાઈ 1 - image


Image: Instagram

Shweta Rohira Accident: સલમાન ખાન પોતાની ફિલ્મો અને પરિવારજનોને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે. તેમના ફેમિલી મેમ્બર્સની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ખાસ કરીને ભાઈજાનની બહેન અલવીરા અને અર્પિતા ખાન પરંતુ સલમાન ખાનની હજુ એક રાખી બહેન છે, જેનું નામ શ્વેતા રોહિરા છે. આ દરમિયાન તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શ્વેતા રોહિરાનો ભયંકર અકસ્માત થઈ ગયો છે. જેની જાણકારી તેણે 2 દિવસ પહેલા જ પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં આપી હતી. આ દરમિયાન લોકોએ પૂછ્યું કે શું સલમાન ભાઈ મળવા આવ્યા છે?

આ અકસ્માત બાદ શ્વેતાને ખૂબ ઈજા પહોંચી છે. 15 કલાક પહેલા તેણે એક સ્ટોરી શેર કરી. તે લખે છે- 'જીવન કેટલું અજીબ છે ને ક્યારેક-ક્યારેક એવા વળાંક પર આવીને ઊભા કરી દે છે, જ્યાંથી મંજિલની પણ ખબર પડતી નથી.'

આ પણ વાંચો: 'સાસરિયા પક્ષે મારું કરિયર બરબાદ કર્યું, પતિએ દગો કર્યો...' ફેમસ સિંગરના પ્રથમ લગ્નની ભયાનક આપવીતી

સલમાન ખાનની રાખી બહેનનો અકસ્માત

સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરાના અકસ્માતની તસવીરો ચોંકાવનારી છે. એક હાથ ફ્રેક્ચર થઈ ચૂક્યો છે. એક પગ પર પણ ઈજા પહોંચી છે. હાથની સાથે જ પગ પણ ફ્રેક્ચર થયો છે. આ સાથે જ બીજી તસવીરમાં તેણે જણાવ્યું કે તેના હોઠ સંપૂર્ણપણે કપાઈ ગયા છે. આ કારણ છે કે તેણે તેની પર ટેપ લગાવી રાખી છે. જોકે, શ્વેતાએ લાંબુ કેપ્શન લખીને જણાવ્યું છે કે તે દિવસે શું થયું હતું.

સલમાન ખાનને લઈને પણ તસવીરો પર કમેન્ટ્સ કરવામાં આવી રહી છે. જોકે, તેનો તેણે કોઈ જવાબ આપ્યો નથી કે ભાઈજાન મળવા આવ્યો હતો કે નહીં કે પછી ખાન પરિવારના કોઈ પણ સભ્ય બે દિવસમાં તેને મળ્યા છે કે નહીં. સલમાન ખાન અત્યારે મુંબઈમાં જ સિકંદરનું શૂટિંગ કરી રહ્યો છે. ગત દિવસોમાં તેના શૂટિંગથી એક વીડિયો લીક થઈ ગયો હતો પરંતુ શું શૂટિંગ બાદ તે પોતાની રાખી બહેનને મળવા પહોંચ્યો છે?

એક્સ પતિ પુલકિત સમ્રાટ ક્યાં છે?

પુલકિત સમ્રાટ પોતાના જીવનમાં આગળ વધી ગયો છે. થોડા સમય પહેલા જ તેણે કૃતિ ખરબંદા સાથે લગ્ન કર્યાં છે. એક દિવસ પહેલા જ પુલકિતે જિમનો વીડિયો શેર કર્યો હતો. જોકે, એ જાણકારી નથી કે એક્સ પત્નીને તે મળવા પહોંચ્યો છે કે નહીં. 


Google NewsGoogle News