Get The App

બોયફ્રેન્ડ શાંતનુ સાથે છૂપાં લગ્ન કરી લીધા હોવાના દાવા વચ્ચે શ્રુતિ હસને મૌન તોડ્યું

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
બોયફ્રેન્ડ શાંતનુ સાથે છૂપાં લગ્ન કરી લીધા હોવાના દાવા વચ્ચે શ્રુતિ હસને મૌન તોડ્યું 1 - image


Image Source: Twitter

-  શાંતનુ હઝારિકાએ પણ ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી પોતાના લગ્નની ખબરો પર સ્પષ્ટતા આપી

નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર

સાઉથની દિગ્ગજ અભિનેત્રી શ્રુતિ હસન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પોતાની પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. શ્રુતિ હસન હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડ શાંતનુ સાથે છૂપાં લગ્ન કરી લીધા છે. આ ખબરોએ ત્યારે જોર પકડ્યું જ્યારે બોલીવુડ સેલિબ્રિટી ઓરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રુતિ હસનના બોયફ્રેન્ડને તેનો પતિ ગણાવ્યો હતો. ઓરીએ 'આસ્ક મી એનિથિંગ' શેસન દરમિયાન શાંતનુનો ઉલ્લેખ શ્રુતિના પતિ તરીકે કર્યો હતો. તેના કારણે એક્ટ્રેસે છૂપાં લગ્ન કરી લીધા હોવીની અટકળોએ જોર પકડ્યુ છે. ત્યારે હવે શ્રુતિ હસને એક પોસ્ટ શેર કરીને આ અટકળો પર મૌન તોડ્યુ છે.

બોયફ્રેન્ડ શાંતનુ સાથે છૂપાં લગ્ન કરી લીધા હોવાના દાવા વચ્ચે શ્રુતિ હસને મૌન તોડ્યું 2 - image

લગ્નની અટકળો પર એક્ટ્રેસે મૌન તોડ્યુ

એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું- મારા લગ્ન નથી થયા. હું એવી વ્યક્તિ છું જે દરેક બાબત પર ખુલીને વાત કરું છું. હું લગ્નની બાબત કેમ છુપાવું? એટલા માટે જે લોકો મને નથી જાણતા તેઓ પ્લીઝ શાંત થઈ જાઓ. લોકોના મનમાં ખોટી છાપ ન ઉભી કરો. તમારું એક ખોટું સંબોધન અમારી છબી પણ ખરાબ કરી શકે છે.

શાંતનું હઝારિકાએ પણ કરી પોસ્ટ કરી

શ્રુતિ હસન બાદ તેના બોયફ્રેન્ડ શાંતનુ હઝારિકાએ પણ ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી પોતાના લગ્નની ખબરો પર સ્પષ્ટતા આપી છે. શાંતનું હઝારિકાએ પોસ્ટ શેર કરતા લખ્યું કે, તમારે શાંત થવું પડશે. અમારા લગ્ન નથી થયા. જે લોકો અમને નથી જાણતા તેઓ કૃપા કરી અફવા ફેલાવાનું બંધ કરે. 


Google NewsGoogle News