શ્રુતિ હાસને સામંથા પાસેથી ચેન્નઈ સ્ટોરી ફિલ્મ આંચકી

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
શ્રુતિ હાસને સામંથા પાસેથી ચેન્નઈ સ્ટોરી ફિલ્મ આંચકી 1 - image


- શ્રુતિ જાસૂસની ભૂમિકા ભજવશે

- બાફ્ટા વિજેતા ફિલિપ જોનની ફિલ્મ ભારતીય બેકગ્રાઉન્ડની સ્ટોરી ધરાવે છે

મુંબઇ : શ્રુતિ હાસને સામંથા રુથ પ્રભુ પાસેથી 'ચેન્નઈ સ્ટોરી' ફિલ્મ આંચકી લીધી છે. આ ફિલ્મ બાફટા વિજેતા ફિલિપ જોન બનાવી રહ્યા છે. 

ઈન્ડો યુકે પ્રોડક્શનની આ ફિલ્મ ની સ્ટોરી ભારતીય બેકગ્રાઉન્ડની છે. 

આ ફિલ્મ સામંથા રુથ પ્રભુ કરવાની હોવાના અહેવાલ અગાઉ વહેતા થયા હતા. હવે ફિલ્મ સર્જકોએ સત્તાવાર રીતે શ્રુતિનું નામ જાહેર કર્યું છે. 

આશરે એક વર્ષના એક્ટિંગ બ્રેક બાદ ફિલ્મોમાં પુનરાગમન માટે પ્રયાસ કરી રહેલી સામંથા માટે આ બહુ મોટો આંચકો છે. 

સામંથાએ માયોસાઈટીસ બીમારીની સારવાર બાદ એક્ટિંગમાંથી એક વર્ષનો બ્રેક લેવાની જાહેરાત ગયાં વર્ષે કરી હતી. તે વખતે જ સંખ્યાબંધ ટ્રેડ નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે સામંથા માટે પુનરાગમન મુશ્કેલ બની રહેશે. 


Google NewsGoogle News