નિખિલ અડવાણીની નવી ફિલ્મ ડ્રાય ડેમાં શ્રીયા પિલગાંવકર
- સૌરભ શુક્લા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે
મુંબઈ : શ્રીયા પિલગાંવકરને વધુ એક ફિલ્મ ડ્રાય ડે મળી છે. આ ફિલ્મ નિખિલ અડવાણી અને મધુ ભોજવાણી બનાવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન સૌરભ શુકલા કરવાના છે. ફિલ્મના અન્ય કલાકારોમાં અનુ કપૂરનો સમાવેશ થાય છે. શ્રીયા ઓટીટીની જાણીતી સ્ટાર છે. ઓટીટી પર મિર્ઝાપુર સહિતના શો ઉપરાંત બીજી કેટલીય ફિલ્મોમાં તે કામ કરી ચૂકી છે. આ ફિલ્મમાં તે નિર્મલા નામની યુવતીનો રોલ કરવાની છે. શ્રીયાએ જોકે, ફિલ્મની સ્ટોરી વિશે વધારે વિગતો આપી ન હતી. શ્રીયાને સચિન પિલગાંવકરની દીકરી તરીકે મનોરંજનની દુનિયામાં આસાન એન્ટ્રી મળી હતી. જોકે, અન્ય નેપોકિડઝની સરખામણીએ તે એક એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ ચુકી છે અને હવે પોતાની અલાયદી ઓળખ બનાવી ચુકી છે.