Get The App

હાર્ટ એટેકના 2 મહિના બાદ કામ પર પરત ફર્યા શ્રેયસ તલપડે, કહ્યું- મારી મદદ કરી તેનો આભાર

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
હાર્ટ એટેકના 2 મહિના બાદ કામ પર પરત ફર્યા શ્રેયસ તલપડે, કહ્યું- મારી મદદ કરી તેનો આભાર 1 - image


નવી મુંબઇ,તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર  

બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને 14 ડિસેમ્બર 2023 ના રોજ શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. આ સમાચારે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને ચોંકાવી દીધા હતા. આ સમયે તેમની હાલત ખૂબ ગંભીર હતી. યોગ્ય સારવારનાં કારણે તેમનો જીવ બચી ગયો. જોકે, હવે તેમની તબિયત સુધરી રહી છે. અભિનેતાએ ફરીથી શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. 

શ્રેયસ બેભાન થઈ ગયો હતો

શ્રેયસ અભિનેતા અક્ષય કુમાર સાથે વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. શ્રેયસ શૂટિંગ દરમિયાન બેભાન થઈ ગયો હતો. અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે બાદ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું કહેવાય છે. 6 દિવસ બાદ શ્રેયસને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પત્ની દીપ્તિએ જણાવ્યું કે, આ દરમિયાન અક્ષય કુમાર તેને સતત ફોન કરીને અભિનેતાની તબિયત વિશે પૂછતો રહ્યો.

શ્રેયસે તેના સ્વાસ્થ્ય વિશે વાત કરતા કહ્યુ કે, તે પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યો છે. શ્રેયસે પ્રશંસકોનો તેમજ તે તમામ લોકોનો આભાર માન્યો જેઓ તેમની મુશ્કેલ સમયમાં તેમની સાથે હતા.

શ્રેયસે કહ્યું- હું તે દરેકનો આભાર માનું છું જેણે મને તે રાત્રે સપોર્ટ કર્યો. તમામ ડોકટરો, ટેકનિશિયન, હોસ્પિટલ સ્ટાફ અને તે બધા લોકો જેમણે મારા માટે પ્રાર્થના કરી અને મને પ્રેમ આપ્યો. હું હવે સારો છું અને સ્વસ્થ થઈ રહ્યો છું. ડોક્ટરોએ મને સાવધાની સાથે કામ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે.

શૂટ પર પાછા જવા અંગે શ્રેયસે કહ્યું- મેં થોડું કામ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ તે મુશ્કેલ છે. મારા માટે એ લોકોનું ઋણ ચુકવવું મુશ્કેલ છે જે દરેક પગે મારી સાથે હતા. મારો જીવ બચાવવામાં મદદ કરી.

અક્ષય કુમારે ટેકો આપ્યો 

શ્રેયસની પત્ની દીપ્તિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અક્ષય કુમાર એક્ટરને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછતા હતા, શ્રેયસને વધુ સારી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વાત પણ કરતા હતા. અક્ષય તેનો સમય માંગતો હતો જેથી તે શ્રેયસને બે મિનિટ જોઈ શકે. તેણે મને સવારે ફોન કરીને કહ્યું કે મહેરબાની કરીને મને બે મિનિટ મળવા દો. હું માત્ર તેને જોવા માંગુ છું. તેથી મેં તેને કહ્યું કે તે જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, શ્રેયસ અક્ષય કુમાર સાથે વેલકમ ટુ ધ જંગલમાં કામ કરી રહ્યો છે. જેમાં રવિના ટંડન, દિશા પટણી પણ સામેલ છે. શ્રેયસ વેલકમ સિરીઝના ત્રીજી ઇન્સ્ટોલમેન્ટનો પણ એક ભાગ છે.


Google NewsGoogle News