શ્રેયસ તળપદે અને તુષાર કપૂર ફરી એક વખત કોમેડી ફિલ્મમાં સાથે કામ કરશે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
શ્રેયસ તળપદે અને તુષાર કપૂર ફરી એક વખત કોમેડી ફિલ્મમાં સાથે કામ કરશે 1 - image


- આ પહેલા તેમણે ગોલમાલમાં સાથે કામ કર્યું છે

મુંબઇ : શ્રેયસ તળપદે અને તુષાર કપૂર સંગીત શિવનની એક હોરર કોમેડી ફિલ્મ માટે સાથે કામ કરવાના છે.  આ જોડી ગોલમાલ ફ્રેન્ચાઇઝી પછી ફરી સાથે કામ કરવાની છે. 

સંગીત શિવને આ ફિલ્મની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ દર્શકોને ૨૦૦૭ની યાદ અપાવશે જ્યારે યુવાનિયાઓ એક નાનકડા ઘરમાં સાથે રહેતા હતા અને સ્માર્ટ ફોન તથા સોશયલ મીડિયાથી દૂર હતા. તેઓ એક બીજાની કંપનીનો આનંદ રમત રમતા, વાર્તાઓ બનાવતા, સાથે હરતા ફરતાં આનંદથી સમય પસાર કરતા હતા. આ ફિલ્મમાં મેં કોમેડીની સાથેસાથે હોરર પણ સામેલ કર્યું છે. જે મારા માટે પડકારજનક બનવાનું છે. આ ફિલ્મ આજના યુવાનિયાઓને એક સાર્થક સંદેશ આપવાની સાથેસાથે ઉચ્ચગુણવક્તા યુક્ત મનોરંજન આપશે.

કહેવાય છે કે,આ ફિલ્મ મિત્રોની એકટોળી પર આધારિત છે જે રોમાંચની શોધમાં છે અને મનોરંજન માટે એક ભૂત જોડવા માટે ઓઇઝા બોર્ડનો ઉપયોગ કરે છે. 


Google NewsGoogle News