પુષ્પા ટૂના આઈટમ સોંગ માટે શ્રી લીલાને બે કરોડની ઓફર

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
પુષ્પા ટૂના આઈટમ સોંગ માટે શ્રી લીલાને બે કરોડની ઓફર 1 - image


- સામંથાને બદલે શ્રી લીલાનું  સોંગ હશે

- પુષ્પા ધી રાઈઝમાં ઉ અંટાવા સોંગ માટે સામંથાને પાંચ કરોડ રુપિયા ચુકવાયા હતા

મુંબઇ : પુષ્પા ફિલ્મના પહેલા ભાગ 'પુષ્પા ધી રાઈઝ'માં ઉ ઉ અંટવા' સોંગથી સામંથા દેશભરમાં છવાઈ ગઈ હતી. હવે બીજા ભાગ 'પુષ્પા ધી રુલ'માં શ્રી લીલાને આઈટમ સોંગનો ચાન્સ અપાયો હોવાનું કહેવાય છે. 

જોકે, સામંથાને આ આઈટમ સોંગ માટે પાંચ કરોડ રુપિયા મળ્યા હતા. તેની સામે શ્રી લીલાને બે કરોડ રુપિયાની ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. 

'પુષ્પા ટૂ'માં સામંથાનું આઈટમ સોંગ રિપિટ નહીં થાય એ ઘણા સમય પહેલાંથી નક્કી થઈ ગયું હતું. સામંથાએ માયોસાઇટિસની બીમારીની સારવારના કારણે કેટલાય મહિનાઓ સુધી જાહેરમાં આવવાનું ટાળ્યું હતું. તે પછી તેણે એક્ટિંગમાંથી એક વર્ષનો બ્રેક લઈ લીધો હતો. જોકે, 'અંટવા' સોંગ તેની કારકિર્દીનું શિરમોર બની ગયુ ંહતું અને તેના કારણે તેને સમગ્ર ભારતમાં લોકપ્રિયતા મળી હતી. 

શ્રીલીલાએ અલૂ્ર અર્જુન સાથે એક વિજ્ઞાાપનમાં કામ કર્યું છે. પરંતુ  કોઈ ફિલ્મમાં તેઓ પ્રથમ વખત સાથે કામ કરવાના છે. 

શ્રીલીલા તેલુગુ ઉપરાંત કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ૨૦૨૨માં તેણે બે દિવ્યાંગ બાળકોને દત્તક લીધાં હતાં ત્યારે તે ચર્ચામાં આવી હતી. 

'પુષ્પા ટૂ' આગામી ૧૫મી ઓગસ્ટે રીલીઝ થવાની છે. બોક્સ ઓફિસ પર તેનો મુકાબલો અજય દેવગણની 'સિંઘમ રિટર્ન્સ' સામે થવાનો છે. 

Pushpa-2

Google NewsGoogle News