શ્રદ્ધાની સ્ત્રી ટુ 15ના બદલે 14 ઓગસ્ટે રિલીઝ થશે

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
શ્રદ્ધાની સ્ત્રી ટુ 15ના બદલે 14 ઓગસ્ટે રિલીઝ થશે 1 - image


- જોકે પહેલો શો 14 ઓગસ્ટના રોજ રાતના 9.30 વાગ્યાનો હશે

મુંબઇ : શ્રદ્ધા કપૂરની સ્ત્રી ટુ ફિલ્મને એક દિવસ પહેલા જ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું છે કે, ફિલ્મ સ્ત્રીટુની રિલીઝ તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. ફિલ્મની રિલીઝ લંબાવાને બદલે જલદી રિલીઝ કરવામાં આવી રહી છે.

મેડકોક ફિલ્મ્સને સ્ત્રીટુનું પોસ્ટર શેર કરીને જણઆવ્યું છે કે, સ્ત્રીટુ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. સાથે એમ પણ  લખ્યું છે કે- એ સ્ત્રી  કાંઇ પણ કરી શકે એમ હોવાથી, તે એક દિવસ પહેલા આવી રહી છે. આ ફિલ્મને ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ કરવાની હતી પરંતુ હવે ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. જોકે પહેલો શો ૧૪ ઓગસ્ટના રોજ રાતના ૯.૩૦ વાગ્યે દેખાડવામાં આવશે. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને સ્ત્રી ટુને યુએ  સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. એટલે તે ૧૨ વરસની નીચેના બાળકોએ આ ફિલ્મ પોતાના પેરન્ટસ સાથે જોવી પડશે. 


Google NewsGoogle News