Get The App

સ્ત્રી-ટુ હીટ થતાં ઇન્સ્ટા પર શ્રદ્ધાકપૂર પ્રિયંકાને પછાડી બીજા સ્થાને પહોંચી ગઇ

Updated: Aug 25th, 2024


Google News
Google News
સ્ત્રી-ટુ હીટ થતાં ઇન્સ્ટા પર શ્રદ્ધાકપૂર પ્રિયંકાને પછાડી બીજા સ્થાને પહોંચી ગઇ 1 - image


- ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતામાં પહેલા સ્થાને હજી વિરાટ કોહલી

મુંબઇ :  હોરર કોમેડી સ્ત્રી ટુ ફિલ્મ હીટ થવાને પગલે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોય તેમ ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થતાં તે બીજા ક્રમે પહોંચી ગઇ છે. ઇન્સ્ટા પર પહલાં નંબરે વિરાટ કોહલી છે. અત્યાર સુધી ૯૧.૮ મિલિયન ફોલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા બીજા સ્થાને હતી. પણ હવે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યા ૯૧.૯ મિલિયન થતાં તે હવે બીજા સ્થાને આવી ગઇ છે જ્યારે પ્રિયંકા ચોપડા ત્રીજા સ્થાને ધકેલાઇ ગઇ છે. ચોથા સ્થાને ૯૧.૩ મિલિયન ફોલોઅર્સ સાથે પીએમ નરેન્દ્ર મોદી છે તો પાંચમા સ્થાને ૮૫.૨ મિલિયન ચાહકો સાથે આલિયા ભટ્ટ છે. જો કે, એકસ પર તો પીએમ મોદી નંબર વન છે.

 સ્ત્રી ટુ ફિલ્મ ૫૦૦ કરોડની કલબમાં સામેલ થશે તો બોલીવૂડમાં તે મોટી સફળ ફિલ્મ ગણાશે. અમર કૌશિક નિર્દેશિત આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. 

Tags :
Shraddha-KapoorPriyanka-Chopra

Google News
Google News