‘હું સ્ત્રી છું, કંઈપણ કરી શકું છું, મારા માથે પપ્પાનો હાથ છે’ શ્રદ્ધાએ કરી પોસ્ટ
Image Twitter |
Shraddha Kapoor Shares Emotional Post : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂર આજે 3જી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે તેમની પુત્રી અને દિગ્ગજ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે અલગ અંદાજમાં પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શ્રદ્ધા કપૂર હાલમાં સફળતાના શિખર પર છે. થિયેટરોમાં લાગેલી ફિલ્મ 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. શ્રદ્ધા કપૂરે તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાની સાથે સાથે લાગણીશીલ વાત કરીને સૌને પિતાના પ્રેમની યાદ આપવી હતી, તેણે કહ્યું કે, તેના પિતાના કારણે જ તે આ લેવલ પર પહોંચી છે.
'આજે મારા પ્રિય વ્યક્તિનો જન્મદિવસ છે'
શ્રદ્ધા કપૂરે પિતા શક્તિ કપૂર સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો છે અને તેની સાથે તેણે લખ્યું છે કે, 'આજે મારા પ્રિય વ્યક્તિનો જન્મદિવસ છે, હેપ્પી બર્થ ડે બાપુ. તે એક મહિલા છે, તે કંઈ પણ કરી શકે છે, કારણ કે તેના પિતાનો હાથ હંમેશા તેના ઉપર છે. લવ યુ બાપુ'.
પોસ્ટ પર યુઝર્સે આપી રમુજી કોમેન્ટ
શ્રદ્ધા કપૂરની આ પોસ્ટ બાદ રમૂજી રિએક્શન આવી રહ્યા છે. તમામ ફેન્સની સાથે સાથે ફેમસ હસ્તીઓ પણ કોમેન્ટ કરી રહી છે. અભિનેતા વરુણ ધવને કોમેન્ટ કરી છે કે, 'તમે બંને ફ્રેશ જોવા મળી રહ્યા છો'. બિગ બોસમાં પહોંચેલી યુટ્યુબર શિવાની કુમારીએ પણ તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. તો કેટલાક યુઝર્સ લખી રહ્યા છે, 'મહિલાના પિતાને જન્મદિવસની શુભેચ્છા'. એક યુઝરે લખ્યું, 'દરેક સફળ સ્ત્રીના માથે તેના પિતાનો હાથ અને આશીર્વાદ હોય છે. આ સિવાય કેટલાક યુઝર્સ પિતા-પુત્રીની જોડીના વખાણ કરી રહ્યા છે.
શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2'ની વાત કરીએ તો તેણે ઘણા રેકોર્ડ મેળવ્યા છે. સ્વતંત્રતા દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. મેકર્સે સોમવારે એક પોસ્ટમાં આ અંગે માહિતી શેર કરી હતી. Maddock Films ના જણાવ્યા પ્રમાણે Stree 2 એ 18 દિવસમાં 502 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. જો કે, ટ્રેડના આંકડામાં ફિલ્મ હજુ સુધી રૂ. 500 કરોડના ક્લબમાં સામેલ થઈ નથી, પરંતુ ફિલ્મનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે.