બોલિવૂડની સ્ટાર અભિનેત્રીની કિસ્મત ચમકી! નવા વર્ષે બેક-ટુ-બેક 3 ફિલ્મો સાઈન કર્યાનો ખુલાસો
Bollywood Actress Shraddha Kapoor: વર્ષ 2024 બોલિવૂડ બ્યૂટી શ્રદ્ધા કપૂર માટે આકર્ષક રહ્યું છે. સ્ત્રી-2 સાથે રહસ્મય મહિલા તરીકે સિલ્વર સ્ક્રીન પર પાછી ફરી હતી. જેમાં રાજકુમાર રાવ અભિનીત આ હોરર કોમેડી ફિલ્મ કોર્ડ બ્રેક કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર મોટું કલેક્શન કર્યું હતું. શ્રદ્ધા અને રાજે તેમની મનમોહક કેમિસ્ટ્રીથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતાં, અક્ષયકુમાર, વરુણ ધવન અને તમન્ના ભાટિયાના આશ્ચર્યજનક કેમિયોએ પણ દરેકને આશ્ચર્યચકિત કર્યા હતાં. પરંતુ સ્ત્રી-2ને રિલીઝ થયાને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે નેટીઝન્સ શ્રદ્ધાની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂ અભિનેત્રીએ તેની આગામી આવનારી ફિલ્મો વિશે જણાવ્યું હતું કે, તેણે ત્રણ ફિલ્મો સાઈન કરી છે. પરંતુ અત્યાર સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, શું અમને 2025ની શરૂઆતમાં તમારા વિશે વધુ માહિતી મળશે તો શ્રદ્ધાએ જવાબ આપ્યો કે ચોક્કસ, ચાહકો માટે સારા સમાચાર છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સે આ વીડિયો જોયા બાદ શ્રદ્ધાના અભિનય કૌશલ્યની ટીકા કરી હતી. જેમાં એક યુઝરે કહ્યું કે, શ્રદ્ધા બધા ફિલ્મમાં એક જ જેવી એક્ટિંગ કરતી જોવા મળશે. જ્યારે અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, તે ભલે સારી અભિનેત્રી ન હોય પરંતુ તે ચોક્કસપણે એક એન્ટરટેઈનર છે. એક અદભૂત ડાન્સર, તેની મોટાભાગની ફિલ્મોએ સારો દેખાવ કર્યો હતો. તેણે લોકોમાં પોતાની ઓળખ બનાવી છે. હું ઈચ્છું છું કે તે પોતાની એક્ટિંગમાં પણ સુધારો કરે.
વર્ષનો પહેલો દિવસ અદ્દભૂત રહ્યો, વર્ષની શરૂઆત પરફેક્ટ રહી
શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ તેના સૌશિયલ મીડિયા હેન્ડલ પર વર્ષ 2025ની શાનદાર શરૂઆત વિશે માહિતી આપી હતી. અભિનેત્રીએ જીમ અને તેના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે, તેનો નવા વર્ષનો પહેલો દિવસ અદ્દભૂત રહ્યો છે. તેણે ડ્રાયફ્રુટ્સ અને બ્લૂબેરીની તસવીરો પણ શેર કરી હતી. ત્રીજા ફોટોમાં રંગબેરંગી ફૂલો સાથે દેખાઈ હતી. ચોથી તસવીરમાં તે બે પાલતુ કુતરા સાથે જોવા મળી છે. જેની કેપ્શન હતી કે, 2025ની શરૂઆત.