શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે પેચ અપ કરી લીધું
- બંને વડા પાઉં ખાવા સાથે બહાર નીકળ્યાં
- અગાઉ શ્રદ્ધાએ રાહુલને અનફોલો કરી દીધો હતો પણ રાહુલે શ્રદ્ધાને ફોલો કરવાનું ચાલુ રાખ્યું હતું
મુંબઇ: શ્રદ્ધા કપૂર અને તેના બોયફ્રેન્ડ રાહુલ મોદી વચ્ચે ફરી પેચ અપ થઈ ગયાનું મનાય છે. બંને સાથે વડાપાઉં ખાવા બહાર નીકળ્યાં હતાં. શ્રદ્ધાએ તેમની વડા પાઉં ડેટના ફોટા શેર કર્યા હતા.
શ્રદ્ધા અને રાહુલ વચ્ચે અગાઉ બ્રેક અપ થઈ ગયાના અહેવાલો હતા. શ્રદ્ધાએ રાહુલ તથા તેના મિત્રોને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હતા. જોકે, રાહુલે શ્રદ્ધાને ફોલો કરવાનું ચાલુ રાખ્યું હતું.
શ્રદ્ધાએ રાહુલ સાથે તેનો ફોટો શેર કર્યો છે. સાથે સાથે વડાપાઉંની પ્લેટનો ફોટો પણ શેર કર્યો છે. તેણે કેપ્શન આપ્યું છે કે શું હું તને વારંવાર વડાપાઉં ખવડાવવા માટે ધમકાવી શકું?
શ્રદ્ધા અને રાહુલનું પેચ અપ થયાનું જણાતાં ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી.