શ્રદ્ધા કપૂર ક્રિશ ફોરમાં હૃતિકની હિરોઈન હશે તે લગભગ નક્કી
- શ્રદ્ધાના એક ઇન્ટરવ્યૂ પરથી અટકળો
- આગામી મહિને આ ફિલ્મની સત્તાવાર ઘોષણા થશે તેવો શ્રદ્ધાનો સંકેત
મુંબઈ : હૃતિક રોશનની ફિલ્મ 'ક્રિશ ફોર'માં શ્રદ્ધા કપૂરની એન્ટ્રી લગભગ નક્કી મનાય છે. શ્રદ્ધા કપૂરનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે તેના પરથી ચાહકો આ અટકળ લગાવી રહ્યા છે. થોડા સમય પહેલા શ્રદ્ધા કપૂરને પૂછવામાં આવ્યું હતું કે 'ી ટૂ ' પછી તેની આગામી ફિલ્મ કઈ હશે. જોકે તેણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પરંતુ, એટલું કહ્યું હતું કે મેં એક ફિલ્મ સાઇન કરી લીધી છે પરંતુ હું હાલ તેની જાહેરાત કરી શકું તેમ નથી. આ ફિલ્મ વિશે આગામી જાન્યુઆરીમાં સૌને ખબર પડી જશે. ઉલ્લેખનીય છે કે રાકેશ રોશને અગાઉ જ જાહેર કર્યું છે તેમ 'ક્રિશ ફોર' આગામી જાન્યુઆરીમાં એનાઉન્સ કરવામાં આવશે. તેના પરથી ચાહકો એવી અટકળ લગાવી રહ્યા છે કે શ્રદ્ધા કપૂર 'ક્રિશ ફોર'માં કામ કરી રહી છે.
આ પહેલા પણ શ્રદ્ધા કપૂર એ ક્રીશ ફ્રેન્ચાઇઝીમાં હૃતિક રોશનના પાત્ર સંબંધિત એક કોમેન્ટ કરી હતી અને જાદુનો ઉલ્લેખ કર્યો હતો તેના અને હૃતિકના સંવાદ પરથી પણ એ નક્કી મનાય છે કે શ્રદ્ધા કપૂર 'ક્રિશ ફોર'માં નવી હિરોઈન હશે.