શ્રદ્ધા કપૂર પોતાનાથી નાની વયના બિઝનેસમેનના પ્રેમમાં
- રાહુલ મોદી સાથે બ્રેક અપ પછી નવું રિલેશન
- શ્રદ્ધાએ થોડા સમય પહેલાં જ પોતે કોઈ સાથે રિલેશનમાં હોવાનું કબૂલ્યું હતું
મુંબઈ : શ્રદ્ધા કપૂરે થોડા સમય પહેલાં પોતે કોઈ સાથે રિલેશનમાં હોવાની વાત કબૂલી હતી. જોકે, ત્યારે તેણે તેના પ્રેમી વિશે કોઈ વિગતો આપી ન હતી. હવે એક દાવા અનુસાર શ્રદ્ધા હાલ દિલ્હીના એક બિઝનેસમેનના પ્રેમમાં છે.
શ્રદ્ધા કપૂર હાલ ૩૭ વર્ષની છે. તેનો નવો પ્રેમી તેના કરતાં વયમાં નાનો હોવાનું કહેવાય છે. શ્રદ્ધાની સુપરહિટ ફિલ્મ ' સ્ત્રી ટૂ'ના પ્રમોશન વખતે પણ તેનો બોયફ્રેન્ડ દિલ્હીમાં તેની સાથે હતો અને ફેશન શોમાં પણ તે શ્રદ્ધાને કંપની આપવા આવ્યો હતો. આ બિઝનેસમેનનું કેટલીક ફિલ્મોમાં નાણાંકીય રોકાણ હોવાનું પણ કહેવાય છે.
શ્રદ્ધા અગાઉ ફિલ્મ રાઈટર રાહુલ મોદી સાથે રિલેશનમાં હતી. તે પહેલાં તેનું નામ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ અને એક્ટર આદિત્ય રોય કપૂર સાથે પણ જોડાઈ ચૂક્યું છે.