Get The App

તેમાં એટલી સુંદર લાગું છું કે.....: શ્રદ્ધા કપૂર પાસે ચાહકે આધાર કાર્ડના ફોટાની કરી માગ તો એક્ટ્રેસે આપ્યો મજેદાર જવાબ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
તેમાં એટલી સુંદર લાગું છું કે.....: શ્રદ્ધા કપૂર પાસે ચાહકે આધાર કાર્ડના ફોટાની કરી માગ તો એક્ટ્રેસે આપ્યો મજેદાર જવાબ 1 - image


Shraddha Kapoor Hilarious Reply to Fan: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ફિલ્મ 'સ્ત્રી 2'ની સક્સેસ એન્જોય કરી રહી છે. તેને દરેક ઈવેન્ટમાં ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ શ્રદ્ધાની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. 'સ્ત્રી 2' બાદ ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાના 92.6 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. આ વચ્ચે હાલમાં જ શ્રદ્ધા કપૂરે 'સ્ત્રી 2'ના ડાયરેક્ટર અમર કૌશિકની પ્રશંસા કરી છે. શ્રદ્ધાએ તેની અને અમરની એક તસવીર શેર કરી છે. આ તસવીર 6 વર્ષ જૂની છે, જેમાં શ્રદ્ધા રેડ કલરના ડ્રેસમાં બંને સાથે અલગ-અલગ પોઝ આપી રહ્યા છે. હવે તેની આ પોસ્ટ પર લોકો ખૂબ રિએક્ટ કરી રહ્યા છે. બીજી તરફ એક્ટ્રેસના એક ચાહકે તો તેના આધાર કાર્ડના ફોટાની ડિમાન્ડ કરી દીધી છે.


શ્રદ્ધા કપૂરે કહી આ વાત...

એક્ટ્રેસે આ ફોટો શેર કરતા લખ્યું કે, 6 વર્ષ જૂની તસવીર. પ્રથમ 'સ્ત્રી' દરમિયાન અમારા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અમર કૌશિકની સાથે. મને તમારી કમાલ અને લાજવાબ 'સ્ત્રી' ફિલ્મમાં સામેલ કરવા માટે આભાર. હવે એક્ટ્રેસની આ પોસ્ટ પર ખૂબ કોમેન્ટ્સ આવી રહી છે. લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક યૂઝરે કહ્યું કે, તમારા આધાર કાર્ડનો ફોટો અપલોડ કરો. તેના પર શ્રદ્ધાએ કહ્યું કે, તેમાં એટલી સુંદર લાગી રહી છું કે તમે સહન નહીં કરી શકશો. એક્ટ્રેસનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

'સ્ત્રી 2'ની કમાણી

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'સ્ત્રી 2'એ 16માં દિવસે 7.75 કરોડની કમાણી કરી છે. આ સાથે જ તેની કુલ કમાણી 440.80 કરોડ થઈ ગઈ છે. લોકોનું માનવું છે કે, ફિલ્મ ટૂંક સમયમાં 500 કરોડનો આંકડો પાર કરી લેશે. 


Google NewsGoogle News