Get The App

મને પાર્ટનર સાથે સમય વિતાવવો પસંદ છે: શ્રદ્ધા કપૂરે કન્ફર્મ કર્યું રિલેશનશિપ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
મને પાર્ટનર સાથે સમય વિતાવવો પસંદ છે: શ્રદ્ધા કપૂરે કન્ફર્મ કર્યું રિલેશનશિપ 1 - image



Shraddha Kapoor: બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક શ્રદ્ધા કપૂર 'સ્ત્રી 2'ની સફળતાની ઉજવણી કરી રહી છે. શ્રદ્ધાની હોરર કોમેડી ફિલ્મએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દરમિયાન તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં શ્રદ્ધા કપૂરે પોતાના રિલેશનશિપમાં હોવાની વાત કબૂલાત કરી હતી. જો કે, તેણે પોતાના પાર્ટનરની ઓળખ જાહેર કરી નહોતી. નોંધનીય છે કે, શ્રદ્ધા કપૂર પોતાના અંગત જીવનને હંમેશા લાઇમલાઇટથી દૂર રાખે છે. 

પાર્ટનર સાથે સમય વિતાવવો પસંદ છે

શ્રદ્ધા કપૂરે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુમાં રિલેશનશિપમાં હોવાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'મને મારા પાર્ટનર સાથે સમય વિતાવવો, તેની સાથે ફિલ્મો જોવી, ડિનર માટે બહાર જવું અને તેની સાથે મુસાફરી કરવી ખૂબ ગમે છે. હું એક એવી વ્યક્તિ છું જેને સાથે કામ કરવું અને શાંતિથી બેસી રહેવું ગમે છે.' થોડાક સમય પહેલા અભિનેત્રી કથિત રીતે રાહુલ મોદીને ડેટ કરી રહી હતી, જો કે બાદમાં બંને વચ્ચે બ્રેક-અપ થયું હોવાની અફવાઓ સામે આવી હતી. આ અફવાઓને વેગ ત્યારે મળ્યો જ્યારે શ્રદ્ધા કપૂરે રાહુલ ઉપરાંત તેની બહેન અને તેના પ્રોડક્શન હાઉસને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યો હતો.

આ પણ વાંચોઃ બોલિવૂડમાં ભારે બબાલ: આ અભિનેત્રીએ આલિયા ભટ્ટ પર કર્યો હુમલો, તો કરણ જોહરે જવાબમાં કહ્યું, 'મૂર્ખ'

શ્રદ્ધા કપૂરે સંકેત આપ્યો હતો

શ્રદ્ધા કપૂરની પિતરાઈ બહેન જનાઈ ભોસલેએ પણ રાહુલને અનફોલો કરી દીધો છે, જેના કારણે એવું લાગે છે કે તેમનું ખરેખર બ્રેકઅપ થઈ ગયું છે. જો કે, આ અંગે ન તો શ્રદ્ધા અને ન તો રાહુલે કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ બંને લાંબા સમય સુધી તેમના કથિત રિલેશનના કારણે ચર્ચામાં રહ્યા હતા. બંને એક લગ્નમાં સાથે જોવા મળતા તેમની ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું હતું. શ્રદ્ધાએ પણ જૂનમાં ઇન્સ્ટાગ્રામ પર રાહુલ મોદીને ટેગ કરીને એક સ્ટોરી શેર કરી હતી. તે સ્ટોરી પર શ્રદ્ધાએ કેપ્શન આપતા લખ્યું હતું કે, 'હૃદય લઇ લે, પણ ઊંઘ તો પાછી આપી દે યાર...' કેટલાક અહેવાલો મુજબ બંને હજુ પણ રિલેશનશિપમાં છે પરંતુ બંને લાઇમલાઇટમાં આવવા માંગતા નથી.

આ પણ વાંચોઃ ઝુંપડામાં રહ્યો, 40 રૂ. હાજરીએ મજૂરી કરી, ચર્ચિત અભિનેતાએ યાદ કર્યા સંઘર્ષના દિવસો


મને પાર્ટનર સાથે સમય વિતાવવો પસંદ છે: શ્રદ્ધા કપૂરે કન્ફર્મ કર્યું રિલેશનશિપ 2 - image


Google NewsGoogle News