શ્રદ્ધા કપૂરે 2.93 કરોડની નવી લકઝરી લેક્સસ કાર ખરીદી
- અભિનેત્રીના 6 કારના કાફલામાં વધુ એકનો ઉમેરો
મુંબઇ : શ્રદ્ધા કપૂર લકઝરીયસ કારોની શોખીન છે. તેણે ૪ સીટર અલ્ટ્રા લકઝરી લેક્સિયસ એલએમ ૩૫૦ એચ ખરીદી છે. જેની કિંમત ૨. ૯૩ કરોડ આંકવામાં આવી રહી છે. આ કારમાં રેકલાઇન સીટ્સ ઉપરાંત એક ફ્રિજ પણ આવેલું છે.
શ્રદ્ધા પાસે વિવિધ લકઝરી કારોનો કાફલો છે. જેની કિંમત કરોડોમાં થાય છે.
શ્રદ્ધાના કારના કાફલામાં લેંબોરગિની સ્પોર્ટસ કાર, મર્સિડિસ, મારુતિ સ્ફિવ્ટ, ઓડી, બીએમ ડબલ્યુ જેવી સામેલ છે અને હવે લેક્સિયસનો ઉમેરો થયો છે.
અભિનેત્રી પાસે મુંબઇમાં પ્રોપર્ટીઝ પણ છે. તેમજ તેની નેટવર્થ ૧૩૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે અભિનય, સોશયલ મીડિયા અને બ્રાન્ડસ એનોડર્સમેન્ટ દ્વારા કરોડોમાં કમાણી કરી છે.