શ્રદ્ધા કપૂરે મુંબઈના મહાલક્ષ્મી ખાતે સવા છ કરોડમાં ફલેટ ખરીદ્યો
- પિતા શક્તિ કપૂર સાથે પ્રોપર્ટીમાં રોકાણ
- હજુ ગયાં વર્ષે જ શ્રદ્ધાએ મહિને છ લાખના ભાડેથી જુહુમાં ફલેટ રાખ્યો હતો
મુંબઇ : શ્રદ્ધા કપૂર અને શક્તિ કપૂરે મળીને મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં ૬.૨૪ કરોડમાં એક ફલેટની ખરીદી કરી છે. આ ફલેટ ૧૦૪૨.૭૩ ચોરસ ફૂટનો છે. શ્રદ્ધાએ ચોરસ ફૂટ દીઠ ૫૯,૮૭૫ રૂપિયાનો ભાવ ચૂકવ્યો છે.
શ્રદ્ધા કપૂરના આ ફલેટમાંથી મહા લક્ષ્મી રેસકોર્સ તથા સમુદ્ર પણ જોઈ શકાય છે. આ ફલેટમાં બે ગેલેરી છે. ગત તા ૧૩મી જાન્યુઆરીએ આ ફલેટનું રજિસ્ટ્રેશન થયું છે.
હજુ ગયાં વર્ષે જ શ્રદ્ધો જુહુના હાઇ એન્ડ રેસિડશિયલ ટાવરમાં મહિને છ લાખના ભાડે એક ફલેટ લીધો હતો. એક વરસની લીઝ માટે અભિનેત્રીએ એડવાન્સમાં ૭૨ લાખ રૂપિયા આપી દીધા હતા.
જોકે, મહાલક્ષ્મીનો ફલેટ શ્રદ્ધાએ રોકાણના હેતુસર લીધો હોય તેવું માનવામાં આવે છે. મુંબઈમાં મોટાભાગના સ્ટાર્સ જુહુ, બાંદરા , ઓશિવારા, ખાર જેવાં પરાંમાં રહે છે.
માત્ર રણવીર અને દીપિકા પ્રભાદેવીમાં રહે છે. જોકે, તેઓ પણ ટૂંક સમયમાં બાંદરા શિફ્ટ થઈ જવાનાં છે.