Get The App

હાલ કોઈ સાથે ડેટિંગ કરી રહી હોવાનો શ્રદ્ધા કપૂરની સ્વીકાર

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
હાલ કોઈ સાથે ડેટિંગ કરી રહી હોવાનો શ્રદ્ધા કપૂરની સ્વીકાર 1 - image


- પાર્ટનર સાથે સમય ગાળવો ગમે છે તેમ કહ્યું

- જોકે, કોઈનું નામ ન આપ્યું, લેખક રાહુલ મોદી સાથે ડેટિંગની  લાંબા સમયથી ચર્ચા

મુંબઇ : શ્રદ્ધા કપૂરે હાલ એક વાતચીત દરમિયાન પોતે રિલેશનશિપમાં હોવાનું સ્વીકાર્યું છે. જોકે અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડનું નામ જાહેર કર્યું નથી. શ્રદ્ધા લેખક રાહુલ મોદી સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા લાંબા સમયથી છે. 

અભિનેત્રીએ કહ્યું હતું કે હાલનો મારો સમય બહુ સારી રીતે પસાર થઇરહ્યો છે. મને મારા પાર્ટનર સાથે ફિલ્મો જોવી, ડિનર પર અને મુસાફરીએ જવામાં આનંદ આવે છે. 

મને મારા લોકો સાથે સમય ગુજારવાનો આનંદ આવે છે. મારી શાળા સમયની સહેલીઓ સાથે પણ હું ખુશ હોઉં છું, જો અમે ન મળીએ તો મારા મૂડ બગડી જતો હોય છે. મને પરિવારજનો સાથે લંચ કરવામાં પણ આનંદ આવતો હોય છે. 

શ્રદ્ધા થોડ સમય પહેલાં રાહુલના નામના અક્ષરો ધરાવતી ચેઈન પહેરેલી જોવા મળી હતી. કેટલાક સામાજિક સમારંભોમાં પણ બંને સાથે જોવા મળ્યાં છે. 

શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર અને તે પછી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા  હતી. 


Google NewsGoogle News