મુંબઈની ગલીઓમાં આર્યનના વેબ શોનું શૂટિંગ શરુ
- આર્યન સ્ટારડમથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે
- શૂટિંગના ફોટા લીક ન થાય તે માટે છત્રીઓની આડશ ગોઠવી દીધી
મુંબઇ : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ઓટીટી પ્લેટફોર્મ પર દિગ્દર્શક તરીકે ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ તે પોતાની વેબસીરીઝ 'સ્ટારડમ'નું શૂટિંગ મુંબઇની ગલીઓમાં કરતો જોવા મળ્યો હતો. જોકે ગલીમાના શૂટિંગના સેટને બહુ કાળજીપૂર્વક છત્રીઓથી ઢાંકવામાં આવ્યો હતો.
સોશયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે, આર્યન એક દ્રશ્યનું દિગ્દર્શન કરી રહ્યો છે. જોકે તેનું આ શૂટિંગ ઓનલાઇન લીક ન થાય માટે રંગીન છત્રીઓથી સેટને ઢાંકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, આર્યનની આ સીરીઝ ફિલ્મો અન ગ્લેમરની દુનિયા પર આધારિત છે. સંખ્યાબંધ હાઇ-પ્રોફાઇલ સેલેબ્સ આ સીરીઝમાં કેમિયો કરતા જોવા મળશે.
શાહરૂખ, રણબીર કપૂર, રણવીર સિંહ, બોબી દેઓલ અને કરણ જોહર કેમિયો કરશે જ્યારે જ્યારે મોના સિંહ, લક્ષ્ય લાલવાની અન ગૌતમી કપૂર મુખ્ય ભૂમિકાઓ ભજવવાનાં છે.
શાહરુખના સંતાનોમાંથી સુહાનાએ 'આર્ચીઝ' ફિલ્મ દ્વારા એકટ્રેસ તરીકે કેરિયર શરુ કરી છે. જોકે, આ ફિલ્મમાં તેની એક્ટિંગની બહુ ટીકા થઈ હતી. બીજી તરફ આર્યનને શરુઆતથી જ ફિલ્મ મેકિંગમાં રસ છે. તેણે વિદેશમાાં આ અંગેની તાલીમ પણ લીધી છે.