દિગ્દર્શક બીમાર પડતાં અજય, રકુલની દે દે પ્યાર દે ટૂ નું શૂટિંગ અટક્યું
- પંજાબમાં અડધું શૂટિંગ છોડી કલાકારો પરત
- હવે થોડું શૂટિંગ મુંબઈમાં થશે, પંજાબનું શિડયૂલ અનિશ્ચિત મુદ્દત માટે ઠેલાઈ ગયું
મુંબઈ : અજય દેવગણ અને રકૂલ પ્રિત સિંઘની ફિલ્મ 'દે દે પ્યાર દે ટૂ'નૂં શૂટિંગ અટકી પડયું છે. દિગ્દર્શક અંશુલ શર્માને ડેન્ગ્યૂ થઈ જતાં તમામ કલાકારો તથા ક્રૂ મેમ્બર્સ શૂટિંગ અડધું છોડી મુંબઈ પાછા આવી ગયા હતા.
પંજાબમાં શૂટિંગ ઓક્ટોબર માસના મધ્યભાગ સુધી ચાલવાનું હતું. પરંતુ, હવે સમગ્ર સમયપત્રક અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે દિગ્દર્શક સ્વસ્થ થાય તે પછી થોડું શૂટિંગ મુંબઈમાં થશે. જ્યારે પંજાબના આઉટડોર શૂટ માટે તમામ કલાકારો તથા અન્યોની તારીખો નવેસરથી મેળવાશે. ે પંજાબમાં હવે ફરી ક્યારે શૂટિંગ શરુ થશે તે નક્કી નથી.
હજુ થોડા દિવસો પહેલાં જ રકૂલ પ્રિત સિંઘે પંજાબમાં શૂટિંગના ફોટા શેર કર્યા હતા.
'દે દે પ્યાર દે ટૂ' ૨૦૧૯માં આવેલી મૂળ ફિલ્મની સીકવલ છે. ૨૦૧૯ની મૂળ ફિલ્મમાં તબુ પણ મુખ્ય ભૂમિકામાં હતી. પરંતુ તેણે આ સીકવલમાં કામ કરવાનો એમ કહીને ઈનકરા કરી દીધો હતો કે પોતાને એકસરખા રોલ ભજવવાનું પસંદ નથી. તે પછી તેની જગ્યાએ રકૂલ પ્રીતની એન્ટ્રી થઈ હતી. ફિલ્મમાં આર માધવન પણ રિપીટ થયો છે.