Get The App

દીકરીને યાદ કરીને ઈમોશનલ થઈ જતા હતા અભિષેક બચ્ચન, ડાયરેક્ટર સુજિતે કર્યા ખુલાસા

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Abhishek Bachchan


Abhishek Bachchan Gets Emotional : ડાયરેક્ટર સુજિત સરકારે ખુલાસો કર્યો છે કે, તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટૉકની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન દીકરી આરાધ્યાને યાદ કરીને ઈમોનશન થઈ જતો હતો. ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, આ ફિલ્મ પિતા-દીકરીના સંબંધ પર આધારિત છે. જેના કારણે ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેકને તેની 13 વર્ષની દીકરીની વધુ યાદ આવતી હતી. 

 અભિષેક દીકરીને યાદ કરીને થયો ભાવુક

ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, શૂટિંગ દરમિયાન એવી ઘણી પળો હતી કે, જ્યાં અભિષેક ભાવુક થયો હતો. ઓનસ્ક્રિન દીકરી સાથેના ઈમોશનલ સીન્સ દરમિયાન અભિષેક તેની દીકરી આરાધ્યા વિશે વિચારતો હતો. મને ખબર છે કે, ક્યારેક-ક્યારેક અભિષેક મને જણાવતો ન હતો. પરંતુ મને ખબર છે કે તેને આની અસર થતી હતી. 

આ પણ વાંચો : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી, 15 ઠેકાણે તપાસનો ધમધમાટ

આઈ વોન્ટ ટુ ટૉક ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિષેક ઉપરાંત અહિલ્યા બમરુ, જોની લીવર અને પર્લ ડે પણ મુખ્ય ભૂમિકામાં દેખાયાં. જો કે, સુજિત સરકાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી.

આ પણ વાંચો : એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતાનું નિધન, શોક સંદેશમાં લખ્યું- 'આપણે ફરી મળીશું'

તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે દીકરી આરાધ્યા વિશે વાત કરતાં કહ્યું કે, 'આઈ વોન્ટ ટુ ટૉક ફિલ્મની કહાની પિતા અને દીકરી પર છે. જેમાં પિતા પાસે જીવવા માટે માત્ર 100 દિવસ હોય છે અને પિતા દીકરીને કરેલા વાયદા પૂરા કરવા ઈચ્છે છે. જેમાં એ દીકરી પૂછે છે કે શું તમે ડાન્સ કરશો?' મને લાગે છે કે, કોઈપણ પિતા માટે તેની દીકરીના લગ્ન જ સૌથી મોટી પળ હોય છે, એક પિતાનું સપનું હોય છે કે તે પોતાની દીકરીના લગ્નમાં ડાન્સ કરે. તેમણે કહ્યું કે, 'મારી દીકરી હજુ નાની છે, પરંતુ એક પિતા તરીકે હું ફિલ્મના ઈમોશનને ફિલ કરું છું. મારી દીકરી સાથે રહેવા મારે જે કરવું પડશે તે હું કરીશ.'


Google NewsGoogle News