Get The App

નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને રેગ્યુલર જામીન મળશે? કોર્ટ 3 જાન્યુઆરીએ આપશે ચુકાદો

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને રેગ્યુલર જામીન મળશે? કોર્ટ 3 જાન્યુઆરીએ આપશે ચુકાદો 1 - image


Allu Arjun Stampede Case: ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયુ હતું. આ કેસમાં નોંધાયેલી FIRમાં આરોપી એક્ટર અલ્લુ અર્જુનની રેગ્યુલર જામીન પર હવે 3 જાન્યુઆરીએ ચુકાદો આવશે. કોર્ટે ચુકાદો 3 જાન્યુઆરી સુધી ટાળી દીધો છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુક્રવારે અલ્લુ અર્જુન હૈદરાબાદની એક કોર્ટમાં રજૂ થયો હતો. આ કેસમાં આરોપી નંબર 11 અલ્લુ અર્જુને કોર્ટમાં રેગ્યુલર જામીન માટે પણ અરજી કરી હતી.

નાસભાગ કેસમાં એક્ટરની ધરપકડ

નાસભાગ કેસમાં 13 ડિસેમ્બરના રોજ એક્ટરની ધરપકડ કરવામાં આવી હતી અને એક્ટર નામપલ્લી કોર્ટ સમક્ષ રજૂ થયો હતો, કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. પરંતુ રૂ. 50,000ના વ્યક્તિગત બોન્ડ પર 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. એક્ટરની ન્યાયિક કસ્ટડી શુક્રવારે સમાપ્ત થઈ છે. આગળની કાર્યાવહી હેઠળ તેને કોર્ટ સમક્ષ રજૂ થવાનું તેથી એક્ટર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ થયો હતો. 

નાસભાગમાં મહિલાનું મોત

4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન એક્ટરની એક ઝલક માટે ચાહકોની હોડ લાગી હતી અને આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થઈ ગયું હતું અને તેનો 8 વર્ષનો દીકરો ઘાયલ થઈ ગયો હતો. 

આ પણ વાંચો: સંધ્યા થિયેટર કેસમાં પીડિત પરિવારને બે કરોડનું વળતર આપીશું, અલ્લુ અર્જુનની જાહેરાત

આ ઘટના બાદ શહેરની પોલીસે મૃતક મહિલાના પરિવાર દ્વારા મળેલી ફરિયાદના આધારે ચિક્કડપ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટરના મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


Google NewsGoogle News