Get The App

સાનિયા મિર્ઝા સાથે તલાક અંગે પહેલીવાર શોએબ મલિકે મૌન તોડ્યું, સના જાવેદ સાથે કર્યા છે ત્રીજા લગ્ન

કહ્યું - તમે તમારા દિલનું સાંભળો ભલે પછી 10 વર્ષ લાગી જાય કે પછી 20 વર્ષ લાગી જાય

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News

સાનિયા મિર્ઝા સાથે તલાક અંગે પહેલીવાર શોએબ મલિકે મૌન તોડ્યું, સના જાવેદ સાથે કર્યા છે ત્રીજા લગ્ન 1 - image

image : Twitter

Shoaib Malik On Third Marriage: પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 18 જાન્યુઆરીએ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા હતા. લગ્નના બે દિવસ બાદ આ કપલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેડિંગ ફોટોસ શેર કરી તમામને અચરજ પમાડ્યું હતું. સના દ્વારા નિકાહની જાહેરાત બાદ સ્પષ્ટ છે કે શોએબે તેની બીજી વાઈફ સાનિયા મિર્ઝાને તલાક આપી દીધા હતા.

 

શોએબ મલિકે ટ્રોલ થયા બાદ તોડ્યું મૌન 

સના જાવેદ સાથે લગ્ન બાદ શોએબ મલિકને ચારેકોરથી ટ્રોલ કરાયો હતો. આ સૌની વચ્ચે હવે તેણે મૌન તોડ્યું છે. એક પોડકાસ્ટ દરમિયાન શોએબ મલિક કહી રહ્યો છે કે આપણે એ જ કરવું જોઇએ જે આપણું દિલ કહે. એ ન વિચારવું જોઈએ કે લોકો શું વિચારશે. ભલે તમને એ શીખવામાં સમય લાગી જાય કે લોકો શું વિચારશે? તમે તમારા દિલનું સાંભળો ભલે પછી 10 વર્ષ લાગી જાય કે પછી 20 વર્ષ લાગી જાય. 

'ખુલા' લઈને પતિથી અલગ થઈ સાનિયા 

ઉલ્લેખનીય છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ 2010માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો ઈજહાન પણ છે. શોએબ અને સાનિયા મિર્ઝા હવે સાથે મળીને તેનો ઉછેર કરશે. સાનિયાના પરિવારનો દાવો છે કે સાનિયાએ તેના પતિથી 'ખુલા' લઈને અલગ માર્ગ અપનાવ્યો હતો. 

સાનિયા મિર્ઝા સાથે તલાક અંગે પહેલીવાર શોએબ મલિકે મૌન તોડ્યું, સના જાવેદ સાથે કર્યા છે ત્રીજા લગ્ન 2 - image


Google NewsGoogle News