તસવીરમાં શિબાનીનો બેબી બમ્પ દેખાતા ગર્ભવતી હોવાની અટકળો
- ફરહાન અખ્તરે કોઈ પ્રતિક્રિયા ન આપતાં ટ્રોલ થયો
મુંબઇ : હાલમાં જ ફરહાન અખ્રતરે પોતાની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થતાં જ શિબાની ગર્ભવતી હોવા વિશે લોકો પ્રશ્ર પુછી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર ફરહાને પોતાના લગ્નની તસવીરો મુકી હતી. જેમાં લગ્નના ગાઉનમાં શિબાની સુંદર લાગતી હતી પરંતુ તેના પેટનો ઉભાર લોકોની નજરથી છુપો રહ્યો નહોતો. જ્યારે હાલમાં જ આ યુગલે એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરોમાં પણ હળવું ઉપસેલું પેટ જોવા મળે છે.
સોશ્યલ મીડિયા પર કોમેન્ટના સેકશનમાં ગુડ ન્યુઝ છે કે ? એવા પ્રઙો પુછી રહ્યા છે. તો વળી એક ફોલોઅર્સે તો ફરહાનને આવનારા નાના મહેમાન માટે વધામણી પણ આપી દીધી. તો ઘણાએ તો ફરહાન આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા ન આપી રહ્યો હોવાથી તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.