Get The App

આસિમ રિયાઝને જૂની 'અંગુરી ભાભી'એ કર્યો સપોર્ટ, રોહિત શેટ્ટીના શૉમાં થયેલી બબાલનું સત્ય જણાવ્યું!

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
Khatron Ke Khiladi 1


Khatron Ke Khiladi 14: 'ખતરો કે ખિલાડી'ની 14મી સીઝનની શરૂઆત સાથે જ શો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. રોહિત શેટ્ટી સાથેના ઝઘડા બાદથી આ શોના સ્પર્ધક આસિમ રિયાઝ એનકેન પ્રકારે વિવાદોમાં રહેતા સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ વર્ષે શોનું શૂટિંગ કેપટાઉનમાં નહીં પરંતુ રોમાનિયામાં થયું છે. રિયાલિટી ટીવી શો 27 જુલાઈથી ઓન-એર થયો છે. 'ખતરો કે ખિલાડી 14' ઓપનિંગ વીકમાં જ રોહિત શેટ્ટી અને આસિમ રિયાઝ વચ્ચેની લડાઈને કારણે વિવાદમાં છે. આસિમે પહેલા જ એપિસોડથી જ ડ્રામા કરવાનું શરુ કરી દીધુ છે.

આ વર્ષના સૌથી ચર્ચિત સ્પર્ધકોમાંના એક આસિમે શરૂઆતમાં તેના સહ-સ્પર્ધકો સાથે ઝઘડા અને હોસ્ટ રોહિત શેટ્ટી સાથે દલીલો કરી છે. આ વખતે શોમાં સેલિબ્રિટી સ્પર્ધકો અને રોહિત શેટ્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

એક એપિસોડમાં આસિમ પોતે પૂર્ણ ન કરી શક્યો તે સ્ટંટની ટીકા કરતો જોવા મળ્યો તો સામે રોહિત શેટ્ટી પણ ચિડાઈ ગયો હતો. રોહિતે આસિમને પૂછ્યું કે તારી સમસ્યા શું છે? અભિષેક કુમારે તેને રોક્યો તો આસિમે અપમાનજનક શબ્દો કહ્યા. જોકે આ બધા વચ્ચે શિલ્પા શિંદેએ અસીમ રિયાઝને સપોર્ટ કર્યો છે.

'ખતરો કે ખિલાડી 14'માં આસિમે અભિષેક સાથે મારપીટ પણ કરી લીધી અને રોહિતને રોકડું પરખાવ્યું કે તે અહીં પૈસા માટે નથી આવ્યો. આ પ્રકારના અભદ્ર અને બિનવ્યવહારૂ વર્તન પછી રોહિતે અસીમને શોમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો અને અભિનેતાએ શો છોડવો પડ્યો હતો.

હવે આસિમના ભાઈ ઉમર રિયાઝ પછી હવે 'ખતરો કે ખિલાડી 14'ની સ્પર્ધક શિલ્પા શિંદેએ શોમાં થયેલી લડાઈ વિશે સત્ય ઉજાગર કર્યું છે. તેણે કહ્યું કે એક તરફ અસીમ એકલો હતો અને અન્ય લોકો તેની સામે એક થઇને આસિમને ઉશ્કેરી રહ્યાં હતા કારણકે આસિમનો સ્વભાવ બધા જાણે છે તેથી આ પરિસ્થિતિમાં કોઈ સાચું કે કોઈ ખોટું નહોતું.

શિલ્પાએ આગળ કહ્યું કે, 'આ બિગ બોસ નથી... જો ત્યાં તમારી મિત્રતા હોય તો તમારે તેનું સન્માન કરવું જોઈએ. તેને રબરની જેમ ખેંચશો નહીં. આ એક સ્ટંટ શો છે, તમારા મોઢાએથી લડવા-ઝઘડવાની કોઇ જરૂર નથી. તૂ-તૂ મૈં- મૈં થઈ. આસિમના પ્રશંસક નથી તેઓએ પણ નોંધ્યું કે તેને Bully કરવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુઓ દબાવી શકાઈ હોત. બધાએ ભેગા મળીને એક વ્યક્તિને જ દબાવવાનો પ્રયાસ કર્યો. હું ચૂપ હતી અને મેં એને પણ રહેવા માટે કીધું હતુ. આસિમે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે.’


Google NewsGoogle News