VIDEO : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ લાંબા સમય બાદ ઉતાર્યું માસ્ક, 'UT69'ના ટ્રેલર લોન્ચિંગ સમયે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
VIDEO : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ લાંબા સમય બાદ ઉતાર્યું માસ્ક, 'UT69'ના ટ્રેલર લોન્ચિંગ સમયે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો 1 - image


                                                      Image Source: Facebook

મુંબઈ, તા. 18 ઓક્ટોબર 2023 બુધવાર

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના જીવન અને તેની સાથે જોડાયેલા મહત્વના બનાવો પર બનેલી યૂટી 69નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. મહત્વનું છે કે ફિલ્મમાં રાજ કુંદ્રા પોતે પોતાનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. એએ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ડાયરેક્શન શહનવાજ અલીએ કર્યુ છે. યૂટી 69 3 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.

યૂટી 69 રાજ કુંદ્રાની બાયોપિક છે. ફિલ્મના ટ્રેલરમાં રાજ કુંદ્રા પર લાગેલા આરોપ અને તે બાદ જેલમાં ગુજારેલા તેમના જીવનની ઝલક બતાવાઈ છે. ટ્રેલરમાં દર્શાવાયુ છે કે રાજ કુંદ્રા કેવી રીતે જેલ જાય છે અને પછી ત્યાં તેમની સાથે પોલીસ કર્મચારી અને કેદીઓ કેવુ વર્તન કરે છે. કેદીઓને એ વિશ્વાસ નથી થતો કે તેઓ ખરેખર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ છે. 

શિલ્પા શેટ્ટીએ પોતાના પતિના કર્યા વખાણ

શિલ્પા શેટ્ટીએ પોતાના પતિની બાયોપિકનું ટ્રેલર પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. આ સાથે જ તેમણે એક કેપ્શન પણ લખ્યુ છે. શિલ્પાએ લખ્યુ- 'ઓલ ધ બેસ્ટ, કુકી. તમે એક બહાદુર શખ્સ છો. હું તમારી આ વાતની જ સૌથી વધુ પ્રશંસા કરુ છુ. આ જ તમારી હિંમત અને પોઝિટિવિટી છે.'


Google NewsGoogle News