Get The App

શિખરે વાત વાતમાં જાહ્વવી સાથે ડેટિંગ કન્ફર્મ કરી દીધું

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
શિખરે વાત વાતમાં જાહ્વવી સાથે ડેટિંગ કન્ફર્મ કરી દીધું 1 - image


- જોકે, તરત જ પોસ્ટ ડિલીટ કરી દીધી

- પિન્ક ડ્રેસવાળી છોકરી વિશે જાહ્નવીએ પૂછ્યું તો શેખરે કહ્યું હું માત્ર તારો છું

મુંબઇ : જાહ્વવીના બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ વાત વાતમાં તેમનાં ડેટિંગને કન્ફર્મ કરી દીધું છે. જાહ્વવીને હું તો માત્ર તારો જ છું એવું લખ્યા બાદ શિખરને ખ્યાલ આવી જતાં તેણે તરત જ પોતાની કોમેન્ટ ડિલીટ કરી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં તો તેની કોમેન્ટનો સ્ક્રીન શોટ વાયરલ થઈ ગયો હતો. 

જાહ્નવી  અને શિખરના એક કોમન મિત્ર ઓરીએ એક પાર્ટીનો વીડિયો શેર કર્યો હતો.  જેમાં ખુશી કપૂર, સુહાના ખાન, શિખર પહાડિયા  તેમજ અન્યો જોવા મળ્યા હતા. શિખર કોઇ એક પિન્ક પરિધાન પહેરેલી યુવતી સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો હતો.  જાહ્નવીએ ક્લિપ જોતાં જ શિખરને ટેગ કરીને આ પિન્ક ગર્લ કોણ છે તેવો પ્રશ્ર પુછ્યો હતો. ઓરીએ તરત જ  ે ગુલાબી પોશાકવાળી યુવતીને ત્યાંથી ભાગી છુટવાની  ચેતવણી આપી હતી. શિખરે જોકે જાહ્નવીને એક પ્રેમભર્યો ઉત્તર આપતાં કહ્યુ ંહતું કે, હું  માત્ર તારો જ છું. 

જાહ્વવી અને શિખરનાં ડેટિંગની અટકળો લાંબા સમયથી ચાલે છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ ડેટિંગ વિશે સત્તાવાર રીતે કશું જ કહ્યું નથી. પરંતુ, હવે શિખરની પોસ્ટ પરથી આ વાત કન્ફર્મ થઈ ગઈ છે. 

શિખર જાહ્નવી સાથે જાહેર ઈવેન્ટસમાં જોવા મળે છે. એટલું જ નહીં તે જાહ્વવીના  પારિવારિક પ્રસંગો તથા પરિવારની પિકનિકમાં પણ હાજર જોવા મળે છે. જાહ્વવી તિરુપતિ બાલાજી મંદિર દર્શને પણ તેની સાથે ગઈ હતી ત્યારે બંનેએ ત્યાં સગાઈ કરી લીધી હોવાની વાત પણ ફેલાઈ હતી. બોની કપૂર પણ શિખરને હંમેશાં પોતાની સાથે રાખે છે અને તેની સાથે પોઝ આપે છે. તે પરથી બોની પણ આ સંબંધથી રાજી હોવાનું કહેવાય છે. 


Google NewsGoogle News