શેફાલી શાહ દિલ્હી ક્રાઈમ માટે એમી એવોર્ડ ચૂકી ગઈ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
શેફાલી શાહ દિલ્હી ક્રાઈમ માટે એમી એવોર્ડ ચૂકી ગઈ 1 - image


મુંબઇ: 'દિલ્હી ક્રાઈમ સિઝન ટૂ' વેબ સીરીઝ માટે ઓમી એવોર્ડની રેસમાં નોમિનેટ થયેલી ભારતીય અભિનેત્રી  શેફાલી શાહ આ એવોર્ડ ચૂકી ગઈ છે. મેક્સિન હિરોઈન કાર્લા સુઝાને 'લા કાદા' નામની સીરીઝ માટે આ એવોર્ડ મળ્યો છે. જોકે, શેફાલી શાહ 'દિલ્હી ક્રાઈમ સિઝન ટૂ ' માટે અને જીમ સરભ 'રોકેટ બોયઝ' સીરીઝ નોમિનેટ થયાં હોવાથી તેઓ બંને ન્યૂયોર્કમાં યોજાયેલી એવોર્ડ નાઈટસમાં ઉપસ્થિત રહ્યાં હતાં.  શેફાલી લાલ રંગની સાડીમાં ગોલ્ડન નેકલેસ સાથે સજ્જ થઈને આવી હતી અને તેનો આ લૂક ઈન્ટરનેટ પર ભારે વાયરલ થયો હતો. અલગ અલગ ૧૪ કેટેગરીમાં ૨૦ દેશોના ૫૬ દાવેદારો એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. 


Google NewsGoogle News