સોનાક્ષી સિન્હાના લગ્ન બાદ પિતા શત્રુઘ્ન સિન્હાનું રીએક્શન, કહ્યું- 44 વર્ષ પહેલા મેં...
Shatrughan Sinha Reaction On Trolls: સાત વર્ષ ડેટિંગ કર્યા બાદ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્ન થઈ ગયા છે. બંનેના લગ્નની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. એવામાં હવે સોશિયલ મીડિયા પર આ કપલ ભારે ટ્રોલ પણ થઈ રહ્યું છે. સોનાક્ષી અને ઝહીર અલગ ધર્મના છે. એવામાં બંનેએ ના ફેરા ફર્યા કે ના નિકાહ કર્યા. એના બદલે બંનેએ સાદગીપૂર્વક સિવિલ મેરેજ કર્યા છે.
સોનાક્ષી અને ઝહીર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે
સોનાક્ષી અને ઝહીરના અલગ ધર્મના હોવાથી બંનેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ ટ્રોલિંગના કારણે બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના વેડિંગ પોસ્ટનું કમેન્ટ સેક્શન પણ બંધ રાખવું પડ્યું છે. બિહારની હિન્દુ શિવભવાની સેનાના કાર્યકર્તાઓ આ લગ્નને લવ જેહાદ સાથે જોડી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે કે અમે સોનાક્ષીને બિહારમાં પ્રવેશ આપશું નહી. આવી સ્થિતિમાં શત્રુઘ્ન પોતાની પુત્રીના બચાવમાં આગળ આવ્યા હતા.
કંઈપણ ગેરબંધારણીય કર્યું નથી - શત્રુઘ્ન
શત્રુઘ્ને સિન્હાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આનંદ બક્ષી સાહેબે આવા વિરોધીઓ વિશે લખ્યું છે કે, 'કેટલાક લોકો કહેશે, લોકોનું કામ છે કહેવું. હું આમાં એક વાર જોડવા ઈચ્છુ છુ કે કહેવાવાળા જો બેકાર, કામ કાજવગરના હોય તો તો તેમનું કામ જ કહેવાનું બની જતું હોય છે. મારી દીકરીએ કોઈ ગેરબંધારણીય કામ નથી કર્યું.'
આ ઉપરાંત શત્રુઘ્ને સિન્હાએ કહ્યું કે, 'લગ્ન બે લોકો વચ્ચેની પર્સનલ વાત છે, તેમાં કોઈને કોમેન્ટ કરવાનો હક નથી, હું બધા વિરોધીઓને કહેવા માંગું છું કે જાઓ તમારી જિંદગી જીવો, તેમાં કંઇક ઉપયોગી કરો, બસ બીજું કંઇ જ નથી કહેવું.'
સોનાક્ષી-ઝહીરના લગ્નથી ખુશ છે શત્રુઘ્ન સિન્હા
આ પહેલા જ્યારે શત્રુઘ્નને પૂછવામાં આવ્યું કે શું તેઓ સોનાક્ષી અને ઝહીર સાથેના લગ્નથી ખુશ છે તો તેણે કહ્યું હતું કે, "શું આ સવાલ પૂછવા યોગ્ય છે? દરેક પિતા આ ક્ષણની રાહ જોતા હોય છે જ્યારે તે પોતાની પુત્રીને તેણે પસંદ કરેલા વ્યક્તિને સોંપે છે. મારી દીકરી ઝહીર સાથે ખુશ દેખાય છે. એમની જોડી સલામત રહે. 44 વર્ષ પહેલા મેં મારી પસંદની ખૂબ જ સફળ, ખૂબ જ સુંદર અને ખૂબ જ પ્રતિભાશાળી પૂનમ સાથે લગ્ન કર્યા હતા. હવે સોનાક્ષીનો વારો છે કે તે પોતાના પસંદના છોકરા સાથે લગ્ન કરે.'