જ્યારે અમિતાભ અને શત્રુઘ્ન સિન્હા એકબીજાના દુશ્મન બની ગયા, શું અભિનેત્રીને કારણે મિત્રતા તૂટી હતી?
Shatrughan Sinha On Fight With Amitabh Bachchan: બોલિવૂડમાં મિત્રતા, દુશ્મની અને વિવાદની ઘણી વાતો સાંભળવા મળે છે. નાના સ્ટાર્સની વાત તો છોડો, મોટા સુપરસ્ટાર્સ વચ્ચેના સંઘર્ષની વાતો ખૂબ ફેમસ છે. તેમાંથી એક કિસ્સો અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હાનો પણ છે. અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હાની જોડીને મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવતી હતી. બંનેએ 'નસીબ', 'કાલા પત્થર', 'શાન' અને 'દોસ્તાના' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
વર્તમાન સમયમાં તો બંને ખૂબ સારા મિત્રો છે પણ એક સમય એવો હતો જ્યારે તેમની મિત્રતામાં તિરાડ પડી હતી. કહેવાય છે કે તેનું કારણ અમિતાભ બચ્ચનને શત્રુઘ્ન સિન્હાથી ઇનસિક્યોરિટી હતી. તેમજ તે સમયે એક અભિનેત્રીના કારણે પણ બંને વચ્ચે અણબનાવ વધી ગયો હોવાની વાતો થતી હતી. આ અંગે એનિથિંગ બટ ખામોશઃ ધ શત્રુઘ્ન સિન્હા બાયોગ્રાફીમાં અભિનેતાએ આ વિષે જણાવ્યું હતું.
શત્રુઘ્ન સિન્હાએ કર્યો ખુલાસો
શત્રુઘ્ન સિન્હાએ બાયોગ્રાફીમાં લખ્યું હતું કે, 'કાલા પથ્થર ફિલ્મ દરમિયાન, એક અભિનેત્રી જે તેમની સાથે ખૂબ જ ફ્રેન્ડલી હતી અને તેને મળવા પણ આવતી. તે દોસ્તાના દરમિયાન પણ આવતી, પરંતુ એક વાર પણ અમિતાભ તે અભિનેત્રીને બહાર લાવીને અમારામાંથી કોઈની સાથે તેનો પરિચય કરાવતો ન હતો. શોબિઝમાં, દરેકને ખબર હતી કે કોણ કોને મળવાનું છે. આપણી દુનિયામાં ક્યારેય છુપાવી આ વસ્તુ છુપાવી શકાતી નથી.' શત્રુઘ્ન સિન્હાના આ ખુલાસા પછી બધા તેને રેખા સાથે જોડવા લાગ્યા.
આ અભિનેત્રીઓએ અમારી વચ્ચે અણબનાવ વધાર્યો
આ બાયોગ્રાફીમાં શત્રુઘ્ન સિન્હાએ ખુલાસો કર્યો હતો કે 70ના દાયકામાં મારી નામના અમિતાભ બચ્ચન કરતા વધુ હતી અને બિગ બી આ વાતથી ઈર્ષ્યા કરતા હતા. જેના કારણે અમારી મિત્રતામાં તિરાડ પડી હતી. આ સાથે જ શત્રુઘ્ને ઈશારામાં રેખા પર પણ હુમલો કર્યો હતો. અભિનેતાએ રેખાને તેમની અને અમિતાભ વચ્ચેના અણબનાવ વધારવા માટે દોષિત માની હતી. તેમજ આ બાબતમાં શત્રુઘ્ને ઝિન્નત અમાનનું નામ પણ લીધું હતું.
અમિતાભ બચ્ચનના કારણે મેં ઘણી ફિલ્મો છોડી દીધી
એકવાર શત્રુઘ્ને કહ્યું હતું કે, 'લોકો કહે છે કે અમિતાભ અને હું સ્ક્રીન પર સારી જોડી બનાવીએ છીએ, પરંતુ તેઓ મારી સાથે કામ કરવા માંગતા ન હતા, તેમને લાગતું કે 'નસીબ', 'શાન', 'દોસ્તાના' કે 'કાલા પત્થર'માં શત્રુઘ્ન સિન્હા છવાયેલા છે, તો મને તેનાથી કોઈ ફરક પડતો નથી. ઘણી એવી ફિલ્મો હતી જે મેં છોડી દીધી હતી અને સાઈનિંગની રકમ પણ પાછી આપી હતી. 'પત્થર કે લોગ' નામની એક ફિલ્મ હતી. જે સલીમ-જાવેદ દ્વારા લખવામાં આવી હતી અમિતાભ બચ્ચનના કારણે, એવી ઘણી ફિલ્મો હતી જે મેં છોડી દીધી હતી.