મુંજિયામાં શર્વરીનો સહકલાકાર એક સીજીઆઈ એક્ટર હશે
- સ્ત્રીના સર્જકોની ફિલ્મ મુંજિયા જૂનમાં રીલિઝ થશે
- ભારતનો પહેલો સીજીઆઈ એક્ટર હોવાનો દાવો, કટપ્પા તરીકે જાણીતા સત્યરાજની પણ ભૂમિકા
મુંબઈ : શર્વરી વાઘની ફિલ્મ 'મુંજિયા' આવતા મહિને રીલિઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં શર્વરીનો સહ કલાકાર એક કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરીથી બનાવાયેલો એક્ટર હશે. ભારતનો આ પહેલો સીજીઆઈ એક્ટર હશે તેવો દાવો થઈ રહ્યો છે.
'સ્ત્રી' જેવી હોરર કોમેડી બનાવી ચૂકેલા સર્જકોએ જ આ ફિલ્મ બનાવી છે. 'મુજિયા'નો અર્થ ભૂત કે ડાકણ એવો થાય છે. મહારાષ્ટ્રના ગામડાંમાં બાળકો રાતે ઘરની બહાર ન નીકળે તે માટે તેમના વડીલો દ્વારા ગામમાં મુંજિયા ફરે છે તેમ કહી ડરાવવામાં આવતા હોય છે. આ ફિલ્મમાં ખરેખર એક મુંજિયાનું પાત્ર કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરીથી ઊભું કરવામાં આવ્યું છે.
શર્વરીની સાથે જાણીતી કલાકાર મોનાસિંઘ ઉપરાંત 'બાહુબલિ' ફિલ્મના કટપ્પા તરીકે જાણીતા સત્યરાજની પણ મહત્વની ભૂમિકાઓ હશે.