Get The App

કાર્તિકની મ્યુઝિકલ લવ સ્ટોરીમાં તૃપ્તિ ડિમરીના સ્થાને શર્વરી ગોઠવાઈ ગઈ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
કાર્તિકની મ્યુઝિકલ લવ સ્ટોરીમાં તૃપ્તિ ડિમરીના સ્થાને શર્વરી ગોઠવાઈ ગઈ 1 - image


- ભૂલભૂલૈયા થ્રીની જોડીને રિપીટ નહીં કરાય

- અનુરાગ બસુનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં શરૂ થશે

મુંબઈ : કાર્તિક આર્યનની અનુરાગ બસુનાં દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મમાંથી હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરી નીકળી ગઈ છે અને તેની જગ્યાએ શર્વરી વાઘ ગોઠવાઈ ગઈ છે. 

આ ફિલ્મ 'ભૂલભૂલૈયા થ્રી'ના નિર્માતા ભૂષણ કુમાર જ બનાવી રહ્યા છે. આમ છતાં પણ 'ભૂલભૂલૈયા થ્રી' ની હિટ જોડીને રિપીટ કરવાનું તેમણે મુનાસિબ માન્યું નથી. 

જાણકારો કહે છે કે આજકાલ તૃપ્તિ બહુ ફિલ્મો સાઈન કરી રહી છે અને કદાચ તેણે તારીખોની સમસ્યાને કારણે આ ફિલ્મ છોડી હોય તે બનવા જોગ છે. 

જોકે, આ ઘટનાક્રમને લીધે કાર્તિક અને તૃપ્તિને ફરી સાથે જોવા ઈચ્છતા ચાહકો નિરાશ થઈ શકે છે. 

આ ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરુ થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે કાર્તિકે અગાઉ આ ફિલ્મને 'આશિકી થ્રી' ગણાવી હતી. જોકે આશિકી ફ્રેન્ચાઈઝીના મૂળ નિર્માતા મુકેશ ભટ્ટે તેની સામે વાંધો લીધો હતો. તે પછી સ્પષ્ટતા કરાઈ હતી કે આ ફિલ્મને આશિકી ફ્રેન્ચાઈઝી સાથે કોઈ લેવાદેવા નહિ હોય અને આ એક જુદી જ મ્યુઝિકલ લવ સ્ટોરી હશે. 


Google NewsGoogle News