શનાયા કપૂરે બોયફ્રેન્ડ કરણ સાથે માલદિવમાં વેકેશન માણ્યું
એક જ લોકેશનના ફોટાથી ઘટસ્ફોટ
બિઝનેસમેન કરણ કોઠારી શનાયા કપૂરનો કોલેજ ફ્રેન્ડ છેઃ પરિવાર રિલેશનશિપથી વાકેફ
મુંબઈ: શનાયા કપૂરની ફિલ્મ કેરિયર હજુ શરુ થઈ નથી પરંતુ તેનાં અફેર્સની ચર્ચા શરુ થઈ ગઈ છે. તે તેના બોયફ્રેન્ડ કરણ કોઠારી સાથે માલદિવ ફરવા પહોંચી હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર શનાયાએ સ્કૂબા ડાઈવિંગનો એક ફોટો શેર કર્યો હતો. તે જ લોકેશન પરથી કરણ કોઠારીએ પણ ફોટો શેર કર્યો હતો. આમ બંને એક જ સ્થળે સાથે ગયાં હોવાનું સ્પષ્ટ થયું હતું.
કરણ કોઠારી એક બિઝનેસમેન છે અને તે તથા શનાયા કોલેજ સમયથી પ્રેમમાં હોવાનું કહેવાય છે. શનાયાના માતાપિતા સંજય કપૂર તથા માહિપ કપૂરને પણ આ સંબંધ વિશે જાણ છે. થોડા સમય પહેલાં શનાયાની એક પોસ્ટ પર કરણ કોઠારીએ રોમેન્ટિક કોમેન્ટ કરી હતી. જોકે, તે જ પોસ્ટ પર સંજય કપૂરે પણ કોમેન્ટ કર્યા બાદ કરણ કોઠારીએ પોતાની પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.
સોનમ અને જાહ્નવીની કઝિન શનાયા કરણ જોહરની ફિલ્મ 'બેધડક'થી બોલીવૂડમાં ડેબ્યૂ કરવાની હતી. જોકે, બાદમાં કરણે આ ફિલ્મ માંડી વાલી હતી. હવે શનાયા સાઉથમાં મોહનલાલની ફિલ્મ 'વૃષભા'થી ડેબ્યૂ કરી રહી છે.
શનાયા જોકે, સોશિયલ મીડિયા પર ખાસ્સું ફેન ફોલોઈંગ ધરાવે છે. લગભગ તમામ દિવાળી પાર્ટીઓમાં તેની હાજરી હોય છે. હાલમાં શનાયાની કઝિન જાહ્નવી અને શિખર પહાડિયાનો રોમાન્સ ચર્ચાઈ રહ્યો છે તેની સાથે હવે શનાયા તથા કરણ કોઠારીની જોડી વિશે પણ ચર્ચા થઈ રહી છે.