લોકો બોડી શેમિંગ કરતા...છોકરાઓ સાથે રૂમ પણ શેર કર્યો..' સાઉથની અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસા
Shalini Pandey: શાલિની પાંડે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મહારાજ'માં જુનૈદ ખાન, જયદીપ અહલાવત અને શર્વરી વાઘ સાથે જોવા મળી હતી. અભિનેત્રીએ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'અર્જુન રેડ્ડી' સાથે તેના કરિયરની શરૂઆત કરી હતી અને પછી તે રણવીર સિંહની 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળી હતી. 'મહારાજ'ની સફળતાનો આનંદ માણી રહેલી શાલિની પાંડેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોડી શેમિંગ વિશે ખુલીને વાત કરી હતી.
શાલિની પાંડે ઈન્ડસ્ટ્રીમાં બોડી શેમિંગ વિશે વાત કરી
શાલિની પાંડેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોડી શેમિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે, "તે સમયે મારે ખરેખર બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત, હું નવી હતી અને સાઉથમાં હોવાથી, મને ભાષા સમજાતી ન હતી અને તે સમયે મારો મેનેજર મારી નિર્દોષતાનો ગેરલાભ ઉઠાવતો હતો અને મને કોઈને કોઈ વસ્તુ કરાવતો હતો. હું સતત એ સમજવાનો પ્રયત્ન કરતી હતી કે લોકો મારી પાસેથી શું ઈચ્છે છે.
શાલિનીએ વધુમાં કહ્યું તે સમયે મને ઘણી બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો. સ્પોર્ટસ પર્સન હોવાને કારણે મારી પાસે એથ્લેટિક જેવી બોડી હતી. હવે પણ લોકો મને શરમાવે છે.
હું એક્ટિંગ કરવા ઘરેથી ભાગી ગઈ હતી
આ સાથે શાલિની પાંડેએ ખુલાસો કર્યો હતો કે હું એક્ટિંગ કરવા ઘરેથી ભાગી ગઈ હતી. મારા પિતા ઇચ્છતા હતા કે હું એન્જિનિયરિંગ કરું. મેં પ્રયત્ન કર્યો, પરંતુ હું કરી શકી નહીં અને મારા પિતા મને અભિનય કરવા દેવા માટે સંમત ન હતા. મેં ચાર વર્ષ સુધી મારા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આખરે ભાગી જવાનું નક્કી કર્યું. હવે તે સમય એક મજાક જેવો લાગે છે, પણ તે સમય ખરેખર મુશ્કેલીભર્યો હતો એટલા માટે જ હું ભાગી હતી.
તે છોકરાઓ આખરે મારો પરિવાર બની ગયા
આખરે જ્યારે હું મુંબઈ પહોંચી ત્યારે હું કોઈ પાસે જઈ શકું તેવું હતું જ કોઈ વ્યક્તિ મારી પાસે નહોતું. મારા બે મિત્રો શહેરમાં રહેતા હોવા છતાં અમુક કારણોસર હું તેમના ઘરે રહી શકી નહિ. આ કારણોસર મારે છોકરાઓ સાથે રૂમ શેર કરવો પડ્યો. પાછળથી, તે છોકરાઓ આખરે મારો પરિવાર બની ગયા.