Get The App

કોલંબિયામાં બની શકીરાની 21 ફૂટ ઉંચી સુંદર પ્રતિમા, પણ થઈ ગઈ આટલી મોટી ભૂલ, ચાહકો ગુસ્સે થયા

હોલિવૂડ સિંગર શકીરાનું સુંદર સ્ટેચ્યુ તેના હોમટાઉન બેરેનક્વિલામાં બનાવવાના આવ્યું છે

દરિયા કિનારે બનેલુ આ સ્ટેચ્યુ વિષે ઘણી ચર્ચા થઈ રહી છે, કેટલાક યુઝર્સે સ્ટેચ્યુમાં એક ભૂલ જોઈ છે

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
કોલંબિયામાં બની શકીરાની 21 ફૂટ ઉંચી સુંદર પ્રતિમા, પણ થઈ ગઈ આટલી મોટી ભૂલ, ચાહકો ગુસ્સે થયા 1 - image


Shakira Statue: ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલી હોલીવુડની પ્રખ્યાત સિંગર શકીરાને એક મોટું સન્માન મળ્યું છે. જેમાં તેનું 21 ફૂટ ઊંચું કાંસ્યનું સ્ટેચ્યુ કોલંબિયામાં તેના હોમટાઉન બેરેનક્વિલામાં બનાવવામાં આવ્યું છે. સિંગરના માતાપિતા દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શકીરાના આ સ્ટેચ્યુને તેના સિગ્નેચર બેલી ડાન્સ પોઝનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. શકીરા, તેના પરિવાર અને તેના લાખો ચાહકો માટે આ એક ગર્વનો પ્રસંગ છે, પરંતુ તેની તસવીરો અને વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયાએ એક મોટી ભૂલ શોધી કાઢી છે. આ ભૂલ જોયા પછી તમે પણ કહેશો કે અરે! આ શું થયું!

ચાર વર્ષની ઉંમરે લખ્યું હતું પોતાનું પ્રથમ ગીત

માત્ર ચાર વર્ષની ઉંમરે પોતાનું પહેલું ગીત લખનાર શકીરાના ચાહકો તેના અવાજ, ડાન્સ અને સુંદરતાના પ્રશંસક છે. 'હિપ્સ ધેટ ડોન્ટ લાઇ' અને 'વાકા વાકા' જેવા ગીતો પર લોકોને ડાન્સ કરાવનારી શકીરાને ઘણા પુરસ્કારો મળ્યા છે, પરંતુ આ પ્રથમ વખત છે કે તેના સન્માનમાં આવું કંઈક કરવામાં આવ્યું છે. 46 વર્ષની શકીરાનું આસ્ટેચ્યુ બેરનક્વિલામાં નદીના કિનારે એક પાર્કમાં છે. શકીરાએ પોતે આ પ્રસંગની શ્રેષ્ઠ તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

નેમ પ્લેટ પર કલાકારના નામમાં ભૂલ

યિનો માર્ક્વેઝ દ્વારા ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ઑફ આર્ટ્સના વિદ્યાર્થીઓ અને સ્નાતકોને સાથે રાખીને આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું. જેમે પુમારેજો હેન્સ અને યિનો માર્ક્વેઝના નામ નેમ પ્લેટ પર જોવા મળી રહ્યા છે. જેમાં ઘણા લોકોએ આર્ટિસ્ટના નામમાં જોડણીની ભૂલ જોઈ હતી. આ ભૂલ બાબતે ચાહકોએ કહ્યું હતું કે સ્ટેચ્યુ બનાવનાર આર્ટીસ્ટના નામમાં એક જગ્યા એ S લખેલું છે તો બીજે Z, બંને માંથી સાચું શું? આ ભૂલમાં એક જગ્યાએ સ્પેલિંગમાં Yino Márques લખેલું છે જયારે નીચે Yino Márquez લખેલું છે. 

કોલંબિયામાં બની શકીરાની 21 ફૂટ ઉંચી સુંદર પ્રતિમા, પણ થઈ ગઈ આટલી મોટી ભૂલ, ચાહકો ગુસ્સે થયા 2 - image

શકીરા એક અનન્ય પ્રતિભા  

તેમજ તે નેમ પ્લેટ પર લખવામાં આવ્યું છે કે 'બેરનક્વિલામાં 2 જાન્યુઆરી, 1977ના રોજ જન્મેલી, એક હૃદય જે કંપોઝર કરે છે- 'હિપ્સ ધેટ ડોન્ટ લાઇ'. એક અનન્ય પ્રતિભા અને એક અવાજ જે લોકોને પ્રેરણા આપે છે, જે બાળકો અને માનવતાના ભલા માટે કામ કરે છે.' વર્ષ  2023 શકીરા માટે શાનદાર રહ્યું હતું, તેણે ત્રણ લેટિન ગ્રેમી એવોર્ડ જીત્યા, જેમાંથી એક તેણે સાથી કોલમ્બિયન સંગીતકાર કારોલ જી સાથે જીત્યો હતો. 


Google NewsGoogle News