ગુજરાતી ફિલ્મ વશની હિંદી રીમેક ‘શૈતાન’નું દમદાર ટ્રેલર રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
ગુજરાતી ફિલ્મ વશની હિંદી રીમેક ‘શૈતાન’નું દમદાર ટ્રેલર રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 1 - image


નવી મુંબઇ,તા. 22 ફેબ્રુઆરી 2024, ગુરુવાર 

બોલિવૂડ એક્ટર અજય દેવગણ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. અભિનેતા પાસે એક પછી એક ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. દરમિયાન, તેની આગામી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ શૈતાનને લઇને એક પછી એક અપડેટ સામે આવી રહી છે. ફિલ્મ શૈતાનનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.

આ વર્ષે અજય દેવગણની 'સિંઘમ અગેઇન'થી લઈને 'મેદાન' સુધીની ઘણી ફિલ્મો આવી રહી છે. પરંતુ વર્ષની ધમાકેદાર શરૂઆત સુપરનેચરલ હોરર ફિલ્મ 'શૈતાન'થી થશે.

ટ્રેલર કેવુ છે?

અજય દેવગણે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. જેને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ ફિલ્મને સુપરહિટ જાહેર કરી ચૂક્યા છે. ફેન્સ અજય દેવગનની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. આ સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મમાં સારા અને અનિષ્ટ વચ્ચેની લડાઈ જોવા મળશે. 

પોતાની દીકરીની લાચાર હાલત જોઈને અજય દેવગન પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને શેતાન સાથે લડે છે. હવે એ જોવું રોમાંચક રહેશે કે, આ લડાઇમાં શું અજય પોતાની દીકરીને શેતાનની ચુંગાલમાંથી બહાર કાઢી શકશે કે પછી શેતાન જીતશે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ 'શૈતાન' વાસ્તવમાં 'વશ' નામની ગુજરાતી ફિલ્મની હિન્દી રિમેક છે. વશ ફિલ્મ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સુપર નેચરલ હોરર થ્રીલર સ્ટોરી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ ફિલ્મમાં હિતેનકુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ જોવા મળ્યા હતા.

અજય દેવગનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે તે ઘણી ફિલ્મો સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. શૈતાન પછી, અજય સ્પોર્ટ્સ ડ્રામા મેદાનમાં પણ જોવા મળશે, જેમાં તે ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 23 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

આ સિવાય સુપરસ્ટાર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન'માં પણ જોવા મળશે. અજયની ફિલ્મ 'ઓરોં મેં કહાં દમ થા'માં પણ જોવા મળશે.આ સિવાય અભિનેતા આ વર્ષે 'રેઈડ 2' અને 'સાઢે સતી' જેવી ફિલ્મોમાં પણ જોવા મળવાનો છે.


Google NewsGoogle News