ગુજરાતી ફિલ્મ વશની હિંદી રીમેક ‘શૈતાન’નું પોસ્ટર અજય દેવગણે શેર કર્યું, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
ગુજરાતી ફિલ્મ વશની હિંદી રીમેક ‘શૈતાન’નું પોસ્ટર અજય દેવગણે શેર કર્યું, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 1 - image


નવી મુંબઇ,તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર 

બોલિવૂડ એક્ટર અજય દેવગણ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. અભિનેતા પાસે એક પછી એક ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. દરમિયાન, તેની આગામી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ શૈતાનની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ ની સાથે આર માધવન અને જ્યોતિકા પણ જોવા મળશે. 

ગુજરાતી ફિલ્મની રિમેક શૈતાન

ફિલ્મ 'શૈતાન' વાસ્તવમાં 'વશ' નામની ગુજરાતી ફિલ્મની હિન્દી રિમેક હોવાનું કહેવાય છે. ગુજરાતી ફિલ્મમાં જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. વશ ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સુપર નેચરલ હોરર થ્રીલર સ્ટોરી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ ફિલ્મમાં હિતેનકુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ જોવા મળ્યા હતા.

હિન્દી ફિલ્મ શૈતાનમાં પણ જાનકી બોડીવાલા જ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વિકાસ બહલે ફિલ્મના નિર્દેશનની જવાબદારી લીધી છે. આ ફિલ્મનું પોસ્ટર અજય દેવગણે શેર કર્યું છે. 

ફિલ્મનું પોસ્ટર કર્યું શેર  

અજયે આજે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.આ સાથે તેણે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. અજય દેવગણ ઉપરાંત આ ફિલ્મમાં આર. માધવન અને જ્યોતિકા પણ મહત્વના રોલમાં જોવા મળશે. 

અજય દેવગણે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, 'શેતાન' તમારા માટે આવી રહ્યો છે. આ ફિલ્મ 8 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગણ અને આર. માધવન પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા અજય દેવગણ ગયા વર્ષે ફિલ્મ 'ભોલા'માં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કરી શકી નહી. અજય ફિલ્મ 'શૈતાન' સિવાય 'સિંઘમ અગેન', 'રેડ 2' અને 'મેદાન' જેવી ફિલ્મોમાં જોવા મળશે. 


Google NewsGoogle News