શાહરૂખની ફિલ્મ 'Jawan'એ 17માં દિવસે રચ્યો ઈતિહાસ, કમાણીના મામલે 'પઠાણ'નો તોડ્યો રેકોર્ડ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
શાહરૂખની ફિલ્મ 'Jawan'એ 17માં દિવસે રચ્યો ઈતિહાસ, કમાણીના મામલે 'પઠાણ'નો તોડ્યો રેકોર્ડ 1 - image


Image Source: Twitter

- હવે 'જવાન' રૂ. 600 કરોડના ટાર્ગેટને પાર કરવા તરફ વધી રહી છે

મુંબઈ, તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'  બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝના માત્ર 16 દિવસમાં જ ગદર 2ના લાઈફટાઈમ કલેક્શનને માત આપી હતી. જોકે, આ વચ્ચે 'જવાન' ની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ફિલ્મ સિંગલ ડિજિટમાં કલેક્શન કરી રહી છે. જોકે, શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. 

'જવાન' એ રિલીઝના 17માં દિવસે કરી આટલી કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'  બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ સૌથી તેજ કમાણી કરી રહી છે. જોકે, રિલીઝના બીજા અઠવાડિયાથી ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમ છતાં 'જવાન' એ કમાણીના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. રિલીઝના 16માં દિવસે આ ફિલ્મે ગદર 2નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. 'જવાન'  એ 16માં દિવસે 7 કરોડ રૂપિયાની કમાણી કરીને ગદર 2ના કુલ કલેક્શન 532.93 કરોડને પાછળ છોડી દીધી છે. હવે 'જવાન'  ની રિલીઝના 17માં દિવસની કમાણીના 17માં દિવસની કમાણીના શરૂઆતી આંકડા આવી ગયા છે. જે પ્રમાણે ત્રીજા શનિવારે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળ આવ્યો છે.

- સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે 'જવાન'  એ રિલીઝના 17માં દિવસે 12 કરોડનું કલેક્શન કર્યું છે.

- આ સાથે જ 'જવાન'  ની 17 દિવસોની ડોમેસ્ટિક બોક્સ ઓફિસની કુલ કમાણી હવે 545.58 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

શાહરૂખ ખાને પોતાની જ બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'નો તોડ્યો રેકોર્ડ

વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ખૂબ જ લકી રહ્યું છે. તેની એક્શન થ્રિલર ફિલ્મ પઠાણ વર્ષની શરૂઆતમાં બ્લોક બસ્ટર રહી હતી ત્યારે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન' તેનાથી બે ડગલાં આગળ નીકળી ગઈ છે. 'જવાન' એ તેની રિલીઝના 17માં દિવસે ડોમેસ્ટિક બોક્સ ઓફિસમાં 545.58 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને પઠાણના ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 543.5 કરોડ રૂપિયાના લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે 'જવાન' એ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે અને ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં ટોપ પર આવી ગઈ છે. હવે 'જવાન' રૂ. 600 કરોડના ટાર્ગેટને પાર કરવા તરફ વધી રહી છે. આશા છે કે આ માઈલ્સ સ્ટોન પણ 'જવાન'  ટૂંક સમયમાં પૂરુ કરી લેશે. 



Google NewsGoogle News