યશની ટોક્સિક ફિલ્મમાં કેમિયોની શાહરૂખને ઓફર

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
યશની ટોક્સિક ફિલ્મમાં કેમિયોની શાહરૂખને ઓફર 1 - image


- યશ પણ શાહરૂખની એક ફિલ્મમાં કામ કરશે

- આગામી વર્ષે આ ફિલ્મ સાઉથની ભાષાઓ ઉપરાંત હિંદીમાં પણ રીલીઝ થશે

મુંબઇ : સાઉથના સ્ટાર યશની 'ટોક્સિક' ફિલ્મમાં શાહરુખ ખાનને એક કેમિયોની ઓફર કરવામાં આવી છે. આ ફિલ્મ સાઉથની ભાષાઓ ઉપરાંત હિંદીમાં પણ રીલીઝ થવાની હોવાથી પાન ઈન્ડિયા ઓડિયન્સને ધ્યાને રાખી શાહરુખને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે. 

જોકે, શાહરુખે આ ઓફર સ્વીકારી છે કે કેમ તે અંગે તત્કાળ કશું જાણવા મળ્યું નથી.  થોડા સમય પહેલાં શાહરુખ જાતે એવો નિર્ણય લઈ ચૂક્યો છે કે પોતે હવેથી કોઈ ફિલ્મમાં નાના મોટા  કેમિયો નહીં કરે.  જોકે, બોલીવૂડના વર્તુળોએ જણાવ્યું હતું કે શાહરુખ જેવા સ્ટાર્સ બિઝનેસને ધ્યાને રાખીને નિર્ણયો લેતા હોય છે. આથી તે ક્યારેય કેમિયો નહીં જ કરે તેમ કહી શકાય નહીં. 

વધુમાં, થોડા સમય પહેલાં એવા અહેવાલ હતા કે શાહરુખની પોતાની પ્રોડક્શન કંપની હેઠળ બની રહેલી એક ફિલ્મ યશને ઓફર કરવામાં આવી છે. આથી, યશ અને શાહરુખ વચ્ચે કોઈ પારસ્પરિક બિઝનેસ ડીલ થઈ હોય તે બનવા જોગ છે.  આ ફિલ્મ આવતાં વર્ષે રીલીઝ થવાની છે.


Google NewsGoogle News