કિંગ ખાનની દીકરી કોને કરી રહી છે ડેટ? રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે લંડનમાં પાર્ટી કરતી જોવા મળી

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
suhana khan with shahrukh khan


Suhana Khan Agastya Nanda at London: બોલિવૂડ સ્ટાર્સ જ નહિ પરંતુ સ્ટાર કિડ્સ પણ તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચાઓમાં રહે છે. કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને ડેટિંગ કરવાના લીધે ચર્ચામાં છે. હાલમાં જ અગસ્ત્ય નંદા અને સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એક લંડનના એક નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળે છે.

લંડનના ક્લબમાં સુહાના અને અગસ્ત્ય પાર્ટી કરતા જોવા મળ્યા

રિપોર્ટ્સ અનુસાર, સુહાના ખાન તેના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે લંડનના એક ક્લબમાં જોવા મળી હતી, જેની એક વીડિયો ક્લિપ પણ સામે આવી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુહાના અને અગસ્ત્ય ક્લબના એક ખૂણામાં વાતો કરતા જોવા મળે છે. એક ફોટોમાં, સુહાના ખાન સફેદ કટ-સ્લીવ ટોપ પહેરીને પોઝ આપતી જોવા મળે છે. સુહાના ખાન એક ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં હોવાના અહેવાલ છે. આ દરમિયાન તેણીએ વેદાંત મહાજનની બર્થડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી.

સુહાના અને અગસ્ત્યના ડેટિંગની અફવા 

સુહાના અને અગસ્ત્ય નંદાની ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો જ્યારથી બંનેની ઓટીટી ફિલ્મ 'ધ આર્ચીઝ' શૂટી થઈ છે. તેઓ આ ફિલ્મ પછી પણ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે.  ડિસેમ્બર 2023માં ધ આર્ચીઝ રીલીઝ થઈ હતી. 

હાલ સુહાના ખાન પિતા શાહરૂખ ખાન સાથે 'કિંગ'માં કામ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષ કરશે અને તેનું નિર્માણ શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને સિદ્ધાર્થ આનંદની માર્ફ્લિક્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવશે. જયારે અગસ્ત્ય નંદા શ્રીરામ રાઘવનની એકીસમાં જોડાયા હોવાના અહેવાલો છે.

કિંગ ખાનની દીકરી કોને કરી રહી છે ડેટ? રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે લંડનમાં પાર્ટી કરતી જોવા મળી 2 - image



Google NewsGoogle News